- જૂનાગઢ એસઓજીનું સફળ ઓપરેશન
- MD ડ્રગ્સ ઘુસે તે પહેલા ત્રણ શખ્સોને ઝડપયા
- 8.59 ગ્રામ ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ
- રૂ.85 હજારની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
- પોલીસે કુલ રૂ.1,01,600નો મુદ્દામાલ કર્યો કબ્જે
- ખાનગી બસમાં લઈને જતા હતા આરોપીઓ
- માંગરોળ અને તાલાળાના ત્રણ શખ્સો ઝડપાયા
- પોલીસે હાથધરી કાર્યવાહી
ગુજરાત ડ્ર્ગસનું એપી સેન્ટર બનતું જાય છે,હવે ઉડતા પંજાબ નહી ઉડતા ગુજરાત જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના યુવાધન એમડી ડ્રગ્સથી બરબાદ થઇ રહ્યું છે, રાજ્યમાં સતત ડ્રગ્સ પક્ડાઇ રહ્યું છે. જૂનાગઢમાં એસઓજીને મહત્વની સફળતા સાંપડી છે. જૂનાગઢમાં 3 શખ્સોને એમડી ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યું છે.આ આરોપીઓ પાસે 8.59 ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સની બજાર કિંમત 85 હજાર છે. આ ડ્રગ્સને ખાનગી બસમાં લઇ જતા હતા ત્યારે બાતમીના આધારે એસઓજીએ આ ઓપરેશને પુરો પાડ્યો હતો. આ કેસમાં માંગરોળ અને તાલાળાના 3 શખ્સો ઝડપાયા છે.પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
