Gujarat Weather News: ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે (IMD) વરસાદની (Rain) વધુ એક આગાહી કરી છે. રાજ્યના 10 જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે, જેથી અગાઉથી સાવધાન થઈ જવાની ચેતવણી આપી છે. IMDના મતે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં મુશળધાર વરસાદની આગાહી કરાઈ છે.

આગામી 6 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે, જેથી ફરીથી પાણીનો સંગ્રહ કરવાની પ્રજાને તક મળી શકશે. ખેડૂતો ખેતીને સિંચાઈ માટે પાણી એકઠું કરી શકશે, પરંતુ ભારે વરસાદથી ખેતરોના પાક ધોવાઈ જવાની પણ શક્યતા રહેલી છે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મહીસાગર, દાહોદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે, અમરેલી, વલસાડ, દમણમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

ઓગસ્ટ મહિનામાં વરસાદથી રાજ્ય જળબંબાકાર બન્યું હતું. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફને કારણે વરસાદ પડશે. દરમિયાન ગુજરાત તરફ મોટી આફત આવી રહી છે. આ સિસ્ટમ ફરીથી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનીને લો પ્રેશર કેટેગરીમાં પહોંચે તેવી શક્યતા છે. આગામી 13, 14, 15 તારીખે બે બે સિસ્ટમ સક્રિય થતાં મુશળધાર વરસાદ પડશે, એટલું જ નહીં, ભાદરવા મહિનામાં વરસાદથી વાતાવરણમાં આખો દિવસ ઠંડક પ્રસરાયેલી રહેશે.

આ પણ વાંચો:આ વખતે નવરાત્રિ સુધી વરસાદ ભીંજવતો રહેશે, ખેલૈયાઓની મજા બગડી શકે
આ પણ વાંચો:ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ પડ્યો વરસાદ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાકમાં 207 તાલુકામાં પડ્યો વરસાદ, સીઝનનો 118 ટકા વરસાદ
