Gandhinagar News: રાજ્યમાં ગઇકાલે એટલે તે 5 સપ્ટેમ્બરના રોજ મેઘમહેર જોવા મળી હતી. જેમાં 207 જેટલા તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણા(Mahesana) ના વિજાપુરમાં 141મીમી, સાબરકાંઠાના તલોદમાં 127 મીમી, ગાંધીનગરના (Gandhinagar) માણસામાં 115 મિમી જેટલો વરસાદ ખાબક્યો હતો.
વિજાપુરમાં (Vijapur) છ ઇંચ, તલોદમાં પાંચ ઇંચ, માણસામાં સાડા ચાર ઇંચ, પ્રાંતિજમાં ચાર ઇંચ, રાધનપુરમાં ચાર ઇંચ, હિંમતનગરમાં ચાર ઇંચ, મહેસાણામાં સાડા ત્રણ ઇંચ, ડીસામાં ત્રણ ઇંચ, આણંદમાં ત્રણ ઇંચ અને પાલનપુરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, તટીય આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાન સહિત આઠ રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, અરબી સમુદ્રમાં ભેજ અને પૂર્વ વિસ્તારમાં ગરમીના કારણે ભારે હવામાનનો સામનો કરી રહેલા આંધ્રપ્રદેશમાં લગભગ છ લાખ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
IMD અનુસાર, 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કોઈપણ જિલ્લામાં વરસાદનું રેડ કે ઓરેન્જ એલર્ટ નથી. આ ઉપરાંત વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં 6 સપ્ટેમ્બરે ભારે વરસાદની યલો એલર્ટ જારી કરવામાં આવી છે.

ગુજરાતમાં 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા, વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં અને 8 સપ્ટેમ્બરે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની યલો એલર્ટ જારી કરવામાં આવી છે. 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનના કુલ વરસાદના 118 ટકાથી વધુ વરસાદ થયો છે. કચ્છમાં સૌથી વધુ 183%, સૌરાષ્ટ્રમાં 127%, દક્ષિણ ગુજરાતમાં 121%, મધ્ય પૂર્વ ગુજરાતમાં 115% અને ઉત્તર ગુજરાતમાં 99%થી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદમાં ચોતરફ વરસી રહ્યો છે વરસાદ, આજે ભારે વરસાદની આગાહી, થઈ જાઓ સાવધાન!
આ પણ વાંચો: ગુજરાતમાં પૂર : IMD ની રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જારી
