Ahmedabad News : નવું સીમ કાર્ડ કઢાવતી હવે તમે ચેતી જજો નહીતર મુશ્કેલીમાં મુકાઈ જશો. આવા જ એક બનાવમાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે કેટલાક શખ્સોની ધરપકડ કરી છે. જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે.આ બનાવની વિગત મુજબ જ્યારે કોઈ ગ્રાહક જ્યારે નવુ સીમ કાર્ડ કઢાવવા જાય ત્યારે તેના માટે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે. આ ગેંગના શખ્સો ગ્રાહકોના ધ્યાન બહાર તેમના ડોક્યુમેન્ટ પર એકના બદલે બે અલગ અલગ નંબરના સીમ કાર્ડ કાઢી લેતા હતા. જેમાંથી એક સીમ કાર્ડ તેઓ ગ્રાહકને આપી દેતા હતા.
જ્યારે બીજુ સીમ કાર્ડ પોતાની પાસે રાખી લેતા હતા. પોલીસની તપાસમાં આરોપીઓએ આ પ્રકારે અંદાજે 55 જેટલા સીમ કાર્ડ એક્ટીવ કરી લીધા હતા. બાદમાં એક્ટીવ થયેલા આ સીમ કાર્ડ તેઓ ગુનાહિત પ્રવૃતિ કરવા માટે વિદેશમાં મોકલી આપવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતા. આરોપીઓએ આ પ્રકારે કેટલા સીમ કાર્ડ વિદેશ મોકલ્યા છે ઉપરાંત તેનો ગુનાહિત પ્રવૃતિમાં ઉપયોગ થયો છે કે કેમ તેની પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: પાટડીમાં ACBના PIના ભાઇના ઘરે ઝડપાયું જુગારધામ, 50 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો કબ્જે
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી જુગારધામ ઝડપાયું
આ પણ વાંચો: સુરતમાં SMCના જુગારધામ પર દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો
