Ahmedabad News: અમદાવાદમાં આજે જુદા જુદા વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ (Scattered Rain) પડી રહ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં કરવામાં આવી છે. વસ્ત્રાપુર, નવરંગપુરા, નારણપુરામાં છુટોછવાયો અને ધીમીધારે વરસાદ (Rain) વરસી રહ્યો છે.
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં ભારે વરસાદથી શહેરીજનોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના બધા વિસ્તારોને આવરી લેતો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેના લીધે લોકોએ બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા રહેશે ધોધમાર વરસાદ
આ પણ વાંચો:IMDની આગાહી, રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, અપાયું રેડ એલર્ટ
આ પણ વાંચો:આગામી 5 દિવસ સાચવજો ગુજરાતીઓ! હવામાન વિભાગે જાહેર કરી દીધી આગાહી