Gujarat Weather/ આગામી 5 દિવસ સાચવજો ગુજરાતીઓ! હવામાન વિભાગે જાહેર કરી દીધી આગાહી

અમરેલી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, સુરત, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની (Heavy Rain Alert) હવામાન વિભાગે આગાહી કરી છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી,

Top Stories Gujarat Breaking News
Image 2024 09 01T143053.867 આગામી 5 દિવસ સાચવજો ગુજરાતીઓ! હવામાન વિભાગે જાહેર કરી દીધી આગાહી

Gujarat Weather News: આજથી ગુજરાત રાજ્યમાં ફરીથી વરસાદનો (Rain) માહોલ જામશે. 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમને (Deep dipression system) કારણે ફરીથી વરસાદનું આગમન થશે.

Heavy Rains Batter Gujarat; District Anand Records 173 mm in Just Four  Hours | The Weather Channel

અમરેલી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, સુરત, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની (Heavy Rain Alert) હવામાન વિભાગે આગાહી કરી છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

Gujarat: More rain Likely in 48 hours: Heavy rain lashes parts of state, 1  dead | Cities News - The Indian Express

2 સપ્ટેમ્બરે  દમણ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નગર હવેલી, નવસારી, વલસાડ, ડાંગમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 3 સપ્ટેમ્બરે  વડોદરા, ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગર, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં માં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે.

4 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. 5 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Gujarat Rain Update: Heavy Rains Likely, Light-Moderate Showers In  Saurashtra-Kutch | Skymet Weather Services

ગુજરાતમાં 40 થી 50 કિમીની ગતિએ પવન ફૂંકાશે. જેની મહત્તમ ગતિ 6 કિમની હોઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભાર પવન સાથે વરસાદ આવવાની સંભાવના છે. સપ્ટેમ્બર 2 થી 6 સુધી મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદનો બીજો રાઉન્ડ 6થી 12 સપ્ટેમ્બર સુધી આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આજથી પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ….

આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા રહેશે ધોધમાર વરસાદ

આ પણ વાંચો:હવામાન વિભાગે રાજ્યમાં મુશળધાર વરસાદની કરી આગાહી, જાણો કયાં પડશે વરસાદ