Aravalli News/ અરવલ્લી : માલપુરના ખલીકપુર ગામે વરસાદી તારાજી

વાવાઝોડ અને વરસાદને કારણે 30થી વધુ ઝાડ પડી ગયા હોવાનું સામે આવ્યું છે

Gujarat

Aravalli News : અરવલ્લીના માલપુરના ખલીકપુર ગામમાં વરસાદને પગલે ભારે તારાજી સર્જાઈ છે. જેને પગલે મંતવ્ય ન્યુઝની ટીમ ખલીકપુર ગામ પહોંચી ગઈ હતી. ભારે વાવાઝોડા અને વરસાદને કારણે અહીં ભારે નુકશાન પહોંચ્યું છે. જેમાં વરસાદને પગલે 10થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. વરસાદ અને વાવાઝોડાને કારણે મકાન પડવાથી 9 વર્ષની બાળકીને માથામાં ઇજી પહોંચી છે.

બીજીતરફ વાવાઝોડ અને વરસાદને કારણે 30થી વધુ ઝાડ પડી ગયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહી વીજળીના પોલ પણ પડી જતા વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. ઉપરાંત તબેલાના શેડના પતરા ઉડી જવાથી 1 પશુનું મોત નીપજ્યુ હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! આગામી દિવસોમાં આભ ફાટશે

આ પણ વાંચો:ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ચેતવણી અપાઈ

આ પણ વાંચો:ચોમાસું નિર્ધારિત સમય પહેલા કેવી રીતે આવી ગયું? પાક પર કેવી થશે અસર