Gujarat Local Body Election 2026/ સ્થાનિક ચૂંટણીમાં સેલિબ્રિટીઝનો દબદબો, કેટલાક સ્ટાર્સ ચમક્યા તો કેટલાકને મળ્યો ઝટકો

ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં સોશિયલ મીડિયા સ્ટાર્સ (Social media stars) અને સેલિબ્રિટીઝના મિશ્ર પરિણામો, કેટલાકે જીત મેળવી તો કેટલાકને નિરાશા

Top Stories Gujarat Others Breaking News
સ્થાનિક ચૂંટણીમાં Social media starsનો દબદબો:કોઈ ચમક્યા તો..

Gujarat Local Body Election 2026: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે રાજકારણ સાથે ગ્લેમર અને લોકપ્રિયતા પણ કેન્દ્રમાં રહી હતી. ભાજપ અને કોંગ્રેસે અનેક જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં સોશિયલ મીડિયા સ્ટાર્સ (Social media stars)થી લઈને કલાકારો અને પૂર્વ અધિકારીઓ સુધીના ઉમેદવારો સામેલ હતા. પરિણામોમાં કેટલાક સ્ટાર્સના નસીબ ચમક્યા, તો કેટલાક માટે આ ચૂંટણી નિરાશાજનક રહી.

જ્યાં ચમક્યાં સ્ટાર્સ (Social media stars)

અંકિતા પરમાર (વડોદરા): સોશિયલ મીડિયા સ્ટાર (Social media stars) અંકિતા પરમારે વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પરથી ભવ્ય જીત મેળવી. ટિકિટ મળતા થયેલા વિવાદ છતાં તેમના મજબૂત ફેનબેઝે તેમને જીત અપાવી.

રાજલ બારોટ (ઉના): જાણીતી લોકગાયિકા રાજલ બારોટે રાજકારણમાં પહેલીવાર પ્રવેશ કરીને 2313 મતોથી જીત મેળવી અને પોતાની લોકપ્રિયતા સાબિત કરી.

નેહા સુથાર (વિજાપુર): અભિનેત્રી અને સિંગર નેહા સુથારે વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પરથી જીત મેળવીને સફળ રાજકીય એન્ટ્રી કરી.

કાવ્યા કથીરિયા (સુરત): પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાએ સુરત મનપામાં જીત મેળવીને પોતાનું પ્રભાવ દર્શાવ્યું.

રાજુ કરપડા (મુળી): પક્ષપલટા બાદ ભાજપમાં જોડાયેલા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ જિલ્લા પંચાયત બેઠક પર જીત મેળવી.

મોટા ચહેરાઓને ઝટકો

સોનલ ડેર (લાઠી): ખ્યાતનામ લોકસાહિત્યકાર માયા આહીરની પુત્રી સોનલ ડેરનો પરાજય થયો.

મનોજ નિનામા (શામળાજી): નિવૃત્તિ પહેલાં ભાજપમાં જોડાયેલા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાને 2700 મતોથી કારમો પરાજય સહન કરવો પડ્યો.

ભૂપત ભાયાણી (ભેંસાણ): પક્ષપલટા બાદ ભાજપમાં ગયેલા ભૂપત ભાયાણીને જનતાએ નકારી કાઢ્યા.

નયનાબા જાડેજા (રાજકોટ): કોંગ્રેસ તરફથી લડેલા નયનાબા જાડેજાનો પણ પરાજય થયો.

આભા દેસાઇ (રાજકોટ): યુવાનોમાં લોકપ્રિય આરજે આભા દેસાઇને પણ હારનો સામનો કરવો પડ્યો.

શું કહે છે પરિણામો?

આ ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે લોકપ્રિયતા (Social media stars) અને ફેનફોલોઇંગ મહત્વપૂર્ણ છે, પરંતુ મતદારોનો અંતિમ નિર્ણય સ્થાનિક મુદ્દાઓ અને ઉમેદવારની વિશ્વસનીયતા પર આધારિત રહે છે.

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું 2 - image


આ પણ વાંચો:પાટણમાં મોટો ઉલટફેર! તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ભાજપને પછાડ્યું, અમરેલીમાં AAP નો કમાલ

આ પણ વાંચો:મતદાનના બહાને વડોદરામાં વૃદ્ધ દંપતીને બંધક બનાવી લૂંટ, વિસ્તારમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ભાખર મોટીમાં કેસરીયો લહેરાયો, રાજપીપળામાં વિપક્ષોના સૂપડા સાફ, જાણો ક્યાં કોણ ફાવ્યું?