Gujarat/ ગોધરાના બહારપુરામાં ઉદ્દઘાટનની રાહમાં ખંડેર બન્યું આંગણવાડી કેન્દ્ર

ગોધરાના બહારપુરામાં વર્ષોથી ઉદ્દઘાટનની રાહમાં ખંડેર બનેલ આંગણવાડી કેન્દ્ર દારૂડીયાઓનો અડ્ડો અને વિઠ્ઠલ નિવાસ સોસા.ની આંગણવાડી કેન્દ્ર કચરાઓના ઢગલામાં.!!

Gujarat

ગોધરા શહેરમાં માસુમ ભૂલકાંઓને જ્ઞાન સાથે ગમ્મત આપનાર બે આંગણવાડીઓની ઘોર નહિ અઘોર દુર્દશાઓથી જિલ્લાના સત્તાધીશો વાકેફ નથી એવી વહીવટી જવાબદારીઓમાં આ જવાબના ખુલાસાઓ શક્ય જ નથી.!! પરંતુ બહારપુરા ખાતે બાબા રામદેવ મંદિરની બાજુમાં છેલ્લા ૧૦ ઉપરાંત વર્ષોથી ઉદ્દઘાટનની રાહમાં ખંડેર બની ગયેલ આંગણવાડી કેન્દ્રની આ ઇમારત દારૂડીયાઓનો અડ્ડો બની ગઈ છે.

જ્યારે મામા ફડકે આશ્રમની બાજુમાં વિઠ્ઠલ નિવાસ સોસાયટીમાં આવેલ આંગણવાડી કેન્દ્ર કચરાઓના ઢગલાઓના ઉકરડાઓમાં એવી રીતે ફેરવાઈ ગઈ છે કે માસૂમ બાળકોને આનંદ આપતા રમત ગમતના સાધનો પણ ગંદકીઓના ઢગલાઓમાં સમાઈને વેરવિખેર થઈ ગયા છે.!!

પંચમહાલ જિલ્લાના મુખ્ય ગોધરા સ્થિત બાળ વિકાસ વિભાગ (આઈ.સી.ડી.એસ.)ના નેજા હેઠળ કાર્યરત માસૂમ ભૂલકાંઓ માટેના આંગણવાડી કેન્દ્રોનો વહીવટ તો કચેરીઓમાં બેસીને સુપેરે જ ચાલતો હશે.!! પરંતુ મુખ્ય કચેરીના સત્તાધીશના એક બે કિલોમીટરના અંતરે ખુદ ગોધરા શહેરના બહારપુરા ખાતે ઉદ્દઘાટન વગર ખંડિત બની ગયેલ આંગણવાડી કેન્દ્રની ઇમારત દારૂડીયાઓનો અડ્ડો બની ગઈ અને આ આંગણવાડી કેન્દ્રને ભાડેથી અન્ય સ્થળે ચલાવવાના વહીવટ અને મામા ફડકે આશ્રમની બાજુમાં વિઠ્ઠલ નિવાસ સોસાયટીમાં આવેલ આંગણવાડી કેન્દ્રને ૬ ફૂટથી વધારે કચરાઓના ઢગલાઓમાં ફેરવી દેનારી આ દુર્દશાઓ જોવા માટે સંકલિત બાળ વિકાસ વિભાગ (આઈ.સી.ડી.એસ.)ના સત્તાધીશો એ પોતાની ચેમ્બર માંથી બહાર આવીને પોતાના વહીવટની સ્થળ મુલાકાતો લે આ જરૂરી છે.!!

Reporter Mohsin