Vadodara News: વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સંતોષી નગર વસાહતમાં ધોળા દિવસે ચોંકાવનારી લૂંટ (Robbery)ની ઘટના સામે આવી છે. 83 વર્ષીય ટી.પી. રાધાકૃષ્ણન અને તેમની 73 વર્ષીય પત્ની પોતાના ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ મતદાનના બહાને ઘરમાં પ્રવેશ મેળવી લૂંટ ચલાવી હતી.
મતદાનના નામે વિશ્વાસ જીત્યો
મળતી માહિતી મુજબ, લૂંટારુઓએ દંપતીનો વિશ્વાસ જીતવા માટે પહેલા પૂછ્યું કે તેઓ મતદાન કરવા ગયા હતા કે નહીં. આ સવાલથી દંપતી કંઈ સમજે તે પહેલાં જ બંને શખ્સો જબરદસ્તી ઘરમાં ઘૂસી ગયા અને દંપતીને બંધક બનાવી દીધા.

માર મારીને રૂમમાં પૂરી દીધા
લૂંટારુઓએ વૃદ્ધ દંપતી પર હુમલો કરી તેમને માર માર્યો હતો અને ત્યારબાદ એક રૂમમાં બંધ કરી દીધા હતા. દંપતી સંપૂર્ણ રીતે લાચાર બની ગયું હતું, જ્યારે લૂંટારુઓએ આખા ઘરમાં તોફાન મચાવ્યું હતું.
₹12 હજાર રોકડા સહિત કિંમતી સામાન લૂંટી ગયા
આરોપીઓ અંદાજે ₹12,000 રોકડા, સોનાના દાગીના, પર્સ અને મોબાઈલ ફોન સહિતની કિંમતી વસ્તુઓ લૂંટી (Robbery) ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

સુરત બાદ વડોદરામાં Robberyથી ચિંતા
અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં સુરતના વરાછા વિસ્તારમાં પણ SBI બેંકમાં હથિયારબંધ લૂંટ (Robbery)ની ઘટના બની હતી. હવે વડોદરામાં આવી ઘટના બનતા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:વરાછાની SBI બેંકમાં 4 હથિયારધારીઓએ દૂકની અણીએ 50 લાખની લૂંટ કરી થયા ફરાર
આ પણ વાંચો:અમદાવાદથી ટ્રેનમાં ગયા અને બિહારમાં લૂંટાયા! રાજકોટના વેપારીનું 25 કરોડનું સોનું લૂંટાયું
આ પણ વાંચો:બનાસકાંઠાના ધાનેરામાં આધેડ પર લોખંડની પાઈપથી હુમલો,સોનાની ચેન લૂંટી શખ્સો ફરાર
