Ahmedabad News: અમદાવાદ નામચીન મોન્ટુ નામદાર પકડાયો છે. તે પોલીસને થાપ આપીને ભાગી છૂટ્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપવામાં સફળતા મેળવી હતી. મોન્ટુ કોર્ટમાંથી પરત જતાં અસલાલી પાસેથી ભાગ્યો હતો. તે સંબંધી પાસેથી રૂપિયા લેવા આવતો હતો ત્યારે રૂરલ એલસીબીએ તેને પકડ્યો હતો. મોન્ટુને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અગાઉ મોન્ટુ નામદાર ગયા વર્ષે આ જ રીતે ભાગી ગયો હતો ત્યારે તેને સાઇબર ક્રાઇમની ટીમે ઝડપ્યો હતો. ગયા વર્ષે સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને ખાનગી બાતમી દ્વારા ઉદયપુર નાથદ્વારા હાઇવે પરથી વચગાળાના જામીન પર ભાગેલા મોન્ચુ નામદારને ઝડપી લીધો છે. આ હાઇવે પર પોતાની ઇનોવા ગાડીમાં પકડાયો છે. આરોપી મોન્ટુ પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો.
પોલીસ તપાસમાં આરોપી આબુ, દિલ્હી, મેરઠ, દેહરાદૂન અને રાજસ્થાનમાં છુપાયો હોવાની પણ જાણકારી મળી હતી. સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પકડાયેલો આરોપી મોન્ટુ નામદાર પોલીસથી બચવા અવનવી ટેક્નિકના પ્રયાસ કર્યા હતા. જેમાં પોતે ઇનોવા ગાડી લઈને ફરાર થયો હતો. ત્યારે ટોલટેક્સ પર અન્ય ગાડીઓના ફાસ્ટટ્રેકથી ટ્રોલના પૈસા ચૂકવતો હતો. જેથી તે કઈ ગાડી લઈને નાસી ગયો હોય તે ખબર ના પડે અને પોલીસ તેનું લોકેશન જાણી ના શકે.
આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો: નાંદોદની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા
આ પણ વાંચો: સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની અન્ય મેટ્રો શહેર સાથે કનેક્ટિવિટી ઠપ
