Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નીરાકરણ કરવા માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 5 નવા બ્રિજ બનાવવામાં આવશે, જ્યારે અન્ય 7 સ્થળો પર ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શક્યતાઓ તપાસવામાં આવશે.
શહેરમાં 5 નવા બ્રિજ બનાવવાનું આયોજન
- ઇસ્કોન જંક્શન પર 250 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
- ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા ખાતે 80 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન
- રાજપથ રંગોલી રોડ પર 35 કરોડ રૂપિયાના ખર્ચે અંડર પાસ બનાવવાનું આયોજન
- પંચવટી સર્કલ પર 90 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન
- પીરાણાથી પિપડજ જવા માટે 45 કરોડ રૂપિયાના ખર્ચે માઈનોર બ્રિજ બનાવવાનું આયોજન
આ સિવાય અન્ય 7 સ્થળો પર વિશાળ ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શકયતા પણ તપાસવામાં આવશે. જે આ પ્રમાણે છે –
- IIM જંક્શન BRTSને સમાંતર સેકન્ડ લેવલ બ્રિજ (ડબલ ડેકર બ્રિજ)
- શ્યામલથી SG હાઇવે, ઇસ્કોનથી બોપલ વકીલ સાહેબ બ્રિજ થઈને ઘુમા સુધી એલિવેટેડ કોરિડોર
- નહેરુનગરથી SG હાઇવે સુધી એલિવેટેડ કોરિડોર
- પાલડી જંક્શન પર ફિજીબિલિટી સર્વેની કામગીરી
- નરોડા દહેગામ જંક્શન પર સેકન્ડ લેવલ ફ્લાય ઓવરબ્રિજ સર્વેની કામગીરી
- ઓઢવ-કઠવાડા રિંગ રોડ જંક્શન પર સેકન્ડ લેવલ બ્રિજ સર્વેની કામગીરી
આ ઉપરાંત, શહેરના અન્ય 7 સ્થળો પર મોટા ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શક્યતા તપાસવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યાને વધુ અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય. અમદાવાદ શહેરની વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા બ્રિજ અને ફ્લાયઓવર બનવાથી શહેરના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે, તેમજ શહેરના વિકાસને પણ વેગ મળશે.
આ પણ વાંચો: રાજ્યના IAS અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બદલી, બંછાનીધી પાની બન્યા AMC ના નવા કમિશનર
આ પણ વાંચો: વેરો વસૂલાત કરતી AMCને જીંજર ગ્રામ પંચાયતે પ્રોપર્ટી ટેક્સ ભરવા ફરકારી નોટિસ
આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ-ડેકર બસો બંધ, મુસાફરોને આકર્ષવામાં નિષ્ફળ નીવડ્યું AMC
