Valsad News : વલસાડ પોલીસે ચેન સ્નેચિંગની ઘટનાઓમાં સક્રિય એક મોટી ગેંગના બે સાગરિતોને ઝડપી પાડ્યા છે. એસપી કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ એલસીબી(LCB) અને એસઓજી(SOG) ટીમે આ કામગીરી કરી છે.
વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં અતુલ વિસ્તારમાંથી રસ્તેથી પસાર થતી બે મહિલાઓના ગળામાંથી સોનાના ચેન આંચકી બાઈક સવારો ફરાર થઈ ગયા હતા. મહિલાઓએ બૂમાબૂમ કરતા લોકોએ બંને બાઈક સવારોને ઝડપવા પ્રયાસ કરતા તેઓએ દેશી તમંચા જેવું હથિયાર બતાવી અને લોકોને ધમકાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એક મહિનામાં જ હથિયારો બતાવી ચેંન શનેચિંગ ની બે ઘટનાઓ એક સમાન બનતા વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી.
આમ પોલીસને એક પછી ચેન સ્નેચિંગની ઘટનાઓ બનતા વલસાડ પોલીસે આ ગેંગને ઝડપવા પ્રયાસ હાથ ધર્યા હતા. આરોપીઓ સુધી પહોંચવા પોલીસે બંને ઘટના સ્થળે થી આસપાસના 500 થી વધારે સીસીટીવી ચેક કર્યા હતા. અને હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. અને પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી હતી. વાપીના ડુંગરા વિસ્તારમાંથી આ ગુનાઓમાં વપરાયેલું એક બાઈક મળી આવ્યું હતું. વધુ તપાસ કરતા દેશી તમંચો પણ મળી આવ્યો હતો.
આથી પોલીસ આરોપીઓની માહિતી મળી હતી એ દરમિયાન વલસાડના ભીલાડ ચેકપોસ્ટ નજીકથી એક બાઈક પર પસાર થતા બે બાઈક સવારોને રોકી તપાસ કરતા તેમની પાસેથી દેશી તમંચા જેવું હથિયાર મળી આવ્યું હતું. પૂછપરછ કરતા જિલ્લામાં ચેન સ્નેચિંગની બની રહેલી ગુનાઓનો ભેદ પોલીસને ઉકેલવામાં સફળતા મળી હતી. આરોપીઓ સૌપ્રથમ કોઈ બાઈકની ચોરી કરતા હતા અને ચોરીની બાઈક પર જ તેઓ ગુનાને અંજામ આપવા જતા હતા. અને લોકોને ડરાવવા ધમકાવવા તેઓએ ઉત્તર પ્રદેશથી દેશી તમંચા જેવું હથિયાર પણ મંગાવ્યું હતું. અને ઘટના વખતે લોકો પ્રતિકાર કરે તો આ દેશી તમંચા જેવા હથિયારો બતાવી લોકોને ડરાવી ધમકાવી અને ઘટના સ્થળે થી ફરાર થઈ જતા હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં આતમ શાહની અને મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના જે બંને આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ પણ છે. આતમ શાહાની વિરુદ્ધ ઉત્તરપ્રદેશના ગોરખપુર સહિત અન્ય જિલ્લાઓમાં પણ 20 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે મુન્ના વિરુદ્ધ પણ પોલીસ ચોપડે કારનામા નોંધાઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે ઉત્તર પ્રદેશમાં ગુનાઓની સંખ્યા વધતા તેઓએ ગુજરાતમાં પડાવ નાખ્યો હતો. અને વલસાડ અને આસપાસના વિસ્તારમાં ગુનાઓને અંજામ આપતા હતા. આરોપીઓની પૂછપરછ કરી કુલ 7 ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપીઓ હજુ પોલીસ રિમાન્ડ હેઠળ છે.
આથી આગળની તપાસમાં પણ વધુ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે. એક મહિનાથી વલસાડ જિલ્લા ભરની પોલીસને ફંફાવનાર ઉત્તર પ્રદેશની આ ખૂંખાર ગેંગ ના 2 સાગરીતો પોલીસના હાથે લાગ્યા છે. જોકે હજુ બે આરોપીઓ વોન્ટેડ છે. તેમને પણ ઝડપવા પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: પૈસા માટે એક્ટર અને બિલ્ડર બન્યા લુટારુ, ચેન સ્નેચિંગ કરતા ઝડપાયા
આ પણ વાંચો: બનાસકાંઠા/ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ સગીર સહીત ૩ આરોપી ઝબ્બે
આ પણ વાંચો: પાટણમાં ચેન સ્નેચિંગ : સમડીએ પોત પ્રકાશ્યું, 2 તોલાનાં ચેનની ચિલઝડપ કરી છનનન
