Not Set/ 13 વર્ષની છોકરી અચાનક સ્ટેજ પર ડાન્સ કરતાં પડી ગઈ, થયું મૃત્યુ

મુંબઈમાં એક કાર્યક્રમ દરમ્યાન 13 વર્ષની 7માં ધોરણમાં ભણતી છોકરી સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી અને ડાન્સ કરતાં કરતાં અચાનક જ સ્ટેજ પર પડી ગઈ હતી. આ છોકરીનું નામ અનીશા શર્મા હતું. સ્ટેજ પર પડી ગયાં બાદ એને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં ડોકટરે એને મૃત જાહેર કરી હતી. આ ઘટનાનો […]

Top Stories

મુંબઈમાં એક કાર્યક્રમ દરમ્યાન 13 વર્ષની 7માં ધોરણમાં ભણતી છોકરી સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી અને ડાન્સ કરતાં કરતાં અચાનક જ સ્ટેજ પર પડી ગઈ હતી. આ છોકરીનું નામ અનીશા શર્મા હતું. સ્ટેજ પર પડી ગયાં બાદ એને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં ડોકટરે એને મૃત જાહેર કરી હતી.

આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં અનીશા ડાન્સ પરફોર્મન્સ દરમ્યાન અચાનક જ સ્ટેજ પર પડી જાય છે. આ કાર્યક્રમ બીજેપી કોર્પોરેટર કમલેશ યાદવ દ્વારા શહેરના કાંદીવલી વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો.

13-year-old collapses on stage during dance performance, dies instantly

ઓર્ગેનાઈઝરે જણાવ્યું હતું કે, ‘વિવિધ શાળાનાં ભાગ લેનારાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા જે એમનાં શિક્ષકો સાથે કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યે શરુ થયો હતો અને ત્રીજા નંબરે જે વ્યક્તિ ડાન્સ કરવાનો હતો એ તૈયાર થવામાં વાર લાગી હતી એટલે અનીશાએ જાતે પહેલાં નંબર પર જઈને ડાન્સ કરવાનું જણાવ્યું હતું.’

છોકરીનાં મૃત શરીરને હાલ પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે જેથી મૃત્યુનું કારણ જાણી શકાય. પોલીસ આ રીપોર્ટની રાહ જોઈ રહી છે.