અયોધ્યા રામમંદિર-કોંગ્રેસ વિરોધ/ હિમાચલ પ્રદેશના કોંગ્રેસ નેતા પ્રતિભા સિંહે રામમંદિર નિર્માણ માટે PMમોદીની કરી પ્રશંસા, પ્રાણ પ્રતિષ્ઠા  કાર્યક્રમને લઈને કોંગ્રેસમાં મતભેદ

હિમાચલ પ્રદેશના નેતા પ્રતિભા સિંહે રામમંદિર નિર્માણ માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.

Top Stories India

હિમાચલ પ્રદેશના નેતા પ્રતિભા સિંહે રામમંદિર નિર્માણ માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં મહેમાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપ તરફથી વિરોધ પક્ષ કોંગ્રેસને અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. જેનો કોંગ્રેસ હાઈકમાન્ડ અને દિગ્ગજ નેતાઓ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો.

કોંગ્રેસ પક્ષના અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી ન આપવાના નિર્ણય કર્યાના થોડા જ દિવસોમાં પાર્ટીના હિમાચલ પ્રદેશ એકમના વડા પ્રતિભા સિંહે રામ મંદિર માટે પીએમ મોદીની પ્રશંસા કરતા પાર્ટી વચ્ચેના મતભેદ સામે આવ્યા છે. પ્રતિભા સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર કરતા લખ્યું કે “રામ મંદિર બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ખરેખર પ્રશંસનીય છે.”

કોંગ્રેસ નેતાએ PM મોદીની પ્રશંસા કરી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સામે આવેલા આ વીડિયોમાં પ્રતિભા સિંહ કહી રહ્યા છે કે તેમના સ્વર્ગસ્થ પતિ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહને રામ ભગવાનમાં ઊંડી શ્રદ્ધા હતી અને તેમણે રાજ્યમાં ઘણા મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ટ્વીટ કર્યા બાદ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના વડાએ માહિતી પણ આપી કે તેમને અને તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહને ‘પ્રાણ પ્રતિષ્ઠા’ કાર્યક્રમમાં હાજરી આપવા સંયુક્ત આમંત્રણ મળ્યું છે. જો કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા જશે કે નહી તે અંગે કોઈ ચોક્કસ નિર્ણય લીધો નથી તેમ જણાવ્યું.

રામમંદિર મુદ્દે કોંગ્રેસમાં જ મતમતાંતર

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ચાલતા મતભેદ સામે આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના કોંગ્રેસ નેતા અગાઉ ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ રામમંદિરના આમંત્રણનો અસ્વીકાર કરવા જેવા નિવેદન આપવા મામલે કોંગ્રેસ પાર્ટીને દૂર રહેવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રામમંદિર લોકોની આસ્થાનો વિષય છે. કેટલાક આમંત્રણ મળે તો જ જાય છે, કેટલાક આમંત્રણ ના મળે તો પણ નથી જતા, તો કેટલાક લોકો આમંત્રણ ના મળે તો પણ જાય છે. રામમંદિર જવું કે ના જવું તે દરેકની ધાર્મિક ભાવનાનો વિષય છે.

અર્જુન મોઢવાડિયાના આ નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના અસ્વીકારના સમર્થનમાં કહ્યું કે મંદિર પૂર્ણ થયા બાદ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને આ પ્રકારના નિર્ણયો હિન્દુધર્મના જગદગુરુ શંકરાચાર્ય જ લેતા હોય છે. આ કાર્યક્રમ હિન્દુ સંતો દ્વારા નહી પરંતુ ભાજપ અને સંઘ દ્વારા યોજવામાં આવી રહ્યો છે. ભાજપ મત મેળવવા રામના નામે આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે.

ખડગે : જેમને શ્રદ્ધા છે તેઓ ગમે ત્યારે જઈ શકે છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શુક્રવારે રામમંદિરને લઈને કાર્યકરોમાં ચાલી રહેલ અવઢવ દૂર કરી. ખડગેએ જણાવ્યું કે કાર્યકરોને એવો કોઈ આદેશ નથી કે તેઓ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી ના આપે. જેમને શ્રદ્ધા છે તેઓ આજે, કાલે અથવા કોઈપણ દિવસે અયોધ્યા જઈ શકે છે. આ સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ ‘ભાજપના કાવતરામાં’ પડવાની નથી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે. ખડગેએ કહ્યું કે તેમને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે જે આમંત્રણ મળ્યું છે તે વ્યક્તિગત હતું.

ભાજપે કરી ટીકા

ભાજપે ગુરુવારે અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે કોંગ્રેસના ત્રણ ટોચના નેતાઓને મોકલેલા આમંત્રણને નકારી કાઢવાના વિરોધ પક્ષના નિર્ણયની ટીકા કરી અને દાવો કર્યો કે તેનાથી ભારતની સંસ્કૃતિ અને હિંદુ ધર્મનો નાશ થશે. ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ ‘આદરપૂર્વક નકારી કાઢ્યું’ અને કહ્યું કે મંદિરનું ઉદઘાટન ચૂંટણીના લાભ માટે કરવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે 2019માં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યા બાદ રામ મંદિર નિર્માણનું કામ શરૂ થયું. 22મી જાન્યુઆરીએ ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ યોજાશે. 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…