આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્રદેશમાં બેટી પઢાવો બેટી બચાવો અભિયાન ચલાવામાં આવી રહીયુ છે, ત્યારે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અમિત પ્રકાશ યાદવ IAS ઓફિસર જે હાલ આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને તેમના પત્ની ચિત્રા૨તનું યાદવ હાલ આણંદ ડીસ્ટ્રીક કોર્ટમાં સિવિલ જર્જ તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્ન જીવનમાં તેમને એક પુત્ર છે .

ગત ત્રણ તારીખના રોજ આઈએએસ અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની ચિત્રા૨તનું યાદવ વાસદ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને વિઝીટ કરવા ગયા હતા. દરમિયાન એક ગરીબ માતાનું ડિલિવરી માં સારવાર દરમિયાન મોત થયું હોવાની જાણ તેઓને થઇ હતી. સમગ્ર ઘટનામાં તેઓ ભાવ વિભોર થયા હતા અને મા વગરની દીકરીને તેમને કાયદાસરની પ્રક્રિયા કરી દત્તક લઇ, પ્રથમ દિવસથી માતાનું ધાવણ આપી એક સગી મા જેમ ઉછેર કરે તેમ માતાનો પ્રેમ આપી, આજે સમાજમાં દીકરીઓને સાપનો ભારો સમજી કચરાનાં ડબ્બામાં ફેંકીદેનાર લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.

આજે સમગ્ર ભારત દેશમાં બેટી પઢાવો બેટી બચાવો અભિયાન ચાલી રહીયુ છે, ત્યારે આ અભિયાન ખરા અર્થમાં સાર્થક કરતો કિસ્સો આણંદનાં આ IAS ઓફિસર અને તેમના પત્ની દ્વારા ગરીબ વર્ગની મહિલાનું ડિલિવરી દરમિયાન મોત થતા તાજી જન્મેલી બાળકીને દત્તક લઇ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
