Ahmedabad News/ વેરો વસૂલાત કરતી AMCને જીંજર ગ્રામ પંચાયતે પ્રોપર્ટી ટેક્સ ભરવા ફરકારી નોટિસ

1.15 કરોડથી વધુની રકમનો પ્રોપર્ટી વેરો નહીં ચૂકવાતા નોટિસ ફટકારી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ મ્યુસિપાલિટી(Ahmedabad Municipal Corporation)ને ખેડાની જીંજર ગ્રામ પંચાયતે (Ginger Gram Panchayat) 1.15 કરોડથી વધુનો પ્રોપર્ટી વેરો (Property Tax) ભરવાની નોટિસ ફટકારી છે. વેરા, મિલકતની વસૂલાત કરતી એએમસીને જીંજર ગ્રામ પંચાયતે બાકીની રકમ ભરવા નોટિસ આપી છે. 3 મહિનામાં 4 હપ્તા દ્વારા તલાટી કમ મંત્રીને રકમ ચૂકતે કરી આપવાનું જાણવા મળેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂર્વ વિસ્તારમાં પાણીની સુવિધા પૂરી પાડવા વર્ષ 2010થી ખેડાના રાસ્કા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 39113 ચો.મી. જગ્યામાં 200 મિલિયન વિટર પર ડે ક્ષમતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, જેમાં 2018થી 2024-25 સુધી રૂપિયા 1.15 કરોડથી વધુની રકમનો પ્રોપર્ટી વેરો નહીં ચૂકવાતા નોટિસ ફટકારી છે.

માહિતી અનુસાર AMCએ વેરા માફી અંગે ગ્રામ વિકાસ વિભાગને અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં AMC સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોવાનું અને વેરો વસૂલાત કરતી હોવાથી બાકીની રકમ ચૂકવવાનો આદેશ કરાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:AMC એ 7 વર્ષથી વેરો જ નથી ચૂકવ્યો, વેરો વસૂલાતમાં અગ્રેસર પરંતું વેરો ભરપાઈમા…..

આ પણ વાંચો:અમદાવાદમાં ડબલ-ડેકર બસો બંધ, મુસાફરોને આકર્ષવામાં નિષ્ફળ નીવડ્યું AMC

આ પણ વાંચો:AMC માં મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની કરાઈ બદલી