Ahmedabad News/ AMC એ 7 વર્ષથી વેરો જ નથી ચૂકવ્યો, વેરો વસૂલાતમાં અગ્રેસર પરંતું વેરો ભરપાઈમા…..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેરો વસૂલવામાં અગ્રેસર પરંતુ વેરો ભરવામાં ઠાગાઠૈયા, જેમાં AMCનો વેરો 7 વર્ષથી બાકી હોવાની માહિતી સામે આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બાકી વેરાને લઇ કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ખુદ AMC નો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પોતાનો વેરો ભરવાનો બાકી રહ્યો હોવાની માહિતી મળી છે. જેમાં કોર્પોરેશને 7 વર્ષથી વેરો ગ્રામ પંચાયતને ચૂકવ્યો જ નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકો પાસેથી વેરો વસૂલવામા આગળ અને ચૂકવવામાં પાછળ આતે કોવું તેનું તંત્ર, AMC એ રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો 7 વર્ષથી વેરો ભર્યો નથી. જેમાં AMC એ જીંજર ગ્રામ પંચાયતને 7 વર્ષથી વેરો ચુકવ્યો નથી. ત્યારે 7 વર્ષમાં 1.15 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવા જીંજર ગ્રામપંચાયત દ્વારા AMC ને વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં AMC ના બેદરકાર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ ઘટનાને લઇ મળતી માહિતી મુજબ મહાપાલિકા હવે વેરો ભરવા માટે હપ્તા સિસ્ટમ શરૂ કરશે તેમ લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ જીંજર ગ્રામપંચાયતમાં વેરો ન આવતા આર્થિક રીતે હાલાકી વેઠવાની વારી આવી છે.

કયા વર્ષનો કેટલો વેરો બાકી

2018 – 2019 : 15,35, 250

2029 – 2020 : 15, 35, 250

2020 – 2021 : 16, 88, 750

2021 – 2022 : 16, 88, 750

2022 – 2023 : 16, 88, 750

2023 – 2024 : 16, 88, 750

2024 – 2025 : 16, 88, 750

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકો પાસેથી ઉધરાણી કરીને વેરો વસૂલાવામાં આવતો હોય છે, ત્યારે જોવાનું રહ્યું કે, 7 વર્ષનો વેરા માટે AMC પાસેથી નોટિસો આપવા છતાં પણ વેરો ભરવામાં આવ્યો નથી. તો આગામી સમયમાં AMC કોર્પોરેશન વેરાની ભરપાઈ કરશે કે નહીં તે જોવાનું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ-ડેકર બસો બંધ, મુસાફરોને આકર્ષવામાં નિષ્ફળ નીવડ્યું AMC

આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ ચુસ્ત બંદોબસ્ત; AMC, પોલીસ ખડે પગે

આ પણ વાંચો: AMC માં મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની કરાઈ બદલી