Gujarat Weather News: અમદાવાદ (Ahmedabad), ગાંધીનગરમાં (Gandhinagar) આજે વહેલી સવારથી ક્યાંક ધોધમાર (Heavy Rain) તો ક્યાંક છુટોછવાયો વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં મણિનગર, નવરંગપુરા, શાહીબાગ, વાડજ, સોલા, બોપલમાં સામાન્ય વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હાલ ઓફિસે જતા લોકો માટે સમસ્યા સર્જાઈ છે.
બનાસકાંઠાના (Banaskantha) દિયોદરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેતડા ચોકડી પાસે ઢીંચણ સમા વરસાદી પાણી ભરાયા હતા. દિયોદરના પીડબ્લ્યુડીની ઘોર બેદરકારી સામે આવી છે. જેતડા સર્કસ પાસે ગટર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી છે. વાહન ચાલકો અને લોકોને મુશ્કેલી પડી રહી છે. મહેસાણાનો ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. 7778 ક્યુસેક પાણીની આવક થઇ. ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 66.12 ટકા થયો છે. ધરોઈ ડેમની જળ સપાટી 612.46 ફૂટ પહોંચી છે. ભયજનક સપાટી 622 ફૂટ છે.
પાટણમાં (Patan) અનેક તાલુકામાં મેઘ કહેર જોવા મળી છે. સૌથી વધુ વરસાદ રાધનપુરમાં ખાબક્યો છે. સરસ્વતી, સિદ્ધપુર અને શંખેશ્વરમાં પણ વરસાદ નોંધાયો છે. રાધનપુરમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે. લાલબાગ, જલારામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયાં છે. શંખેશ્વરમાં ખેતરો, રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાયા છે. શંખેશ્વર ઈન્દિરાનગરમાં પાણીમાં ફસાયેલા 200 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. સાંતલપુરના અબીયાના ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા હતા. સમી તાલુકાના ખેતરોમાં પાણી ભરાતાં પાક નિષ્ફળ થવાની ભીતિ સેવાઈ રહી છે. સરસ્વતી તાલુકામાં ખેતરોમાં પાણી ભરાતાં દિવેલાના બીજ કોહવાતાં વાવેતર ફેલ જવાનો ડર જોવા મળ્યો છે.
ગુજરાત રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થઈ છે, જેથી વરસાદનો બીજો રાઉન્ડ આગામી દિવસોમાં આવી શકે છે. આગામી 6 દિવસ સુધી મેઘરાજા ગુજરાતમાં પોતાનો પ્રકોપ બતાવશે. દરિયાકાંઠે આવેલા જીલ્લા વહીવટી તંત્ર ભારે વરસાદને લઈ સતર્ક થઈ ગયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદમાં ચોતરફ વરસી રહ્યો છે વરસાદ, આજે ભારે વરસાદની આગાહી, થઈ જાઓ સાવધાન!
આ પણ વાંચો: ગુજરાતમાં પૂર : IMD ની રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જારી