Not Set/ રબારી સમાજની બહેનોએ LRD મેરિટ લિસ્ટનો રેલી કાઢી કર્યો ભારે વિરોધ, માતાઓ દૂધ પીતા સંતાનો સાથે રેલીમાં જોડાઈ

રાજ્યમાં લેવાયેલી લોક રક્ષક દળની પરીક્ષાનું મેરીટ લિસ્ટ બહાર પડ્યા પછી ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મેરીટ લીસ્ટમાં સૌરાષ્ટ્રના ગીર, બરડા, આલોક નેસ વિસ્તારના અનુસુચિત જાતિના રબારી સમાજના ઉમેદવારોની બાદબાકી કરી નાખવામાં આવી હોવાનો આરોપ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પોરબંદર શહેરમાં કલેક્ટર કચેરી ખાતે રબારી સમાજ દ્વારા લોકરક્ષક દળની ભરતીમાં થયેલા […]

Gujarat Others

રાજ્યમાં લેવાયેલી લોક રક્ષક દળની પરીક્ષાનું મેરીટ લિસ્ટ બહાર પડ્યા પછી ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મેરીટ લીસ્ટમાં સૌરાષ્ટ્રના ગીર, બરડા, આલોક નેસ વિસ્તારના અનુસુચિત જાતિના રબારી સમાજના ઉમેદવારોની બાદબાકી કરી નાખવામાં આવી હોવાનો આરોપ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

પોરબંદર શહેરમાં કલેક્ટર કચેરી ખાતે રબારી સમાજ દ્વારા લોકરક્ષક દળની ભરતીમાં થયેલા અન્યાયના વિરોધમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.રબારી સમાજની સેંકડો બહેનોએ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો.રબારી સમાજના પરંપરાગત વેશમાં મહિલાઓની રેલી નીકળી હતી અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ રેલીમાં માતાઓ પોતાના દૂધ પીતા બાળકોને સાથે રાખી રેલીમાં જોડાઇ હતી.

છેલ્લા 7 દિવસથી પોરબંદરના સમસ્ત રબારી સમાજની બહેનો જિલ્લા કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી, અન્યાય થયેલા ઉમેદવારોનો સમાવેશ કરવાની માંગણી કરે છે.

આ માગણી પ્રમાણે LRD ભરતીમાં અન્યાય થયેલ ઉમેદવારોનો આખરી યાદીમાં સમાવેશ કરવામાં આવે અને સરકાર દ્વારા રચેલા મલકાણ પંચની ભલામણને આધારે આદિજાતિ વિકાસ વિભાગે આપેલ વિગત દર્શક કાર્ડને મુખ્ય પુરાવો ગણવામાં આવે સહિતની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.