અમદાવાદ,
છેલ્લા કેટલા દિવસથી ગુજરાત પોલીસ રૂ. 260 કરોડના કૌભાંડી વિનય શાહની ધરપકડ કરવા માટે ફરી રહી હતી ત્યારે આખરે નેપાળ પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસે રૂ. 260 કરોડના કૌભાંડી વિનય શાહની ધરપકડ કરી લીધી છે.
વિનય શાહને કાયદાકીય પ્રકિયા કર્યા બાદ ગુજરાતમાં લવાશે. ફોટોમાં વિનિય શાહની બાજુમાં દેખાતી મહિલા ચંદા થાપા કાઠમંડુની મહિલા છે તેવી માહિતી હાલ મળી રહી છે.ચંદા થાપા દિલ્હીના એક સ્પામાં કામ કરતી હતી. આ મહિલાની ઉંમર 29 વર્ષની છે. ગેરકાયદેસરની વિદેશી મુદ્રાનો ગુનો હાલ લાગ્યો છે. હાલ તે બંન્ને નેપાળ પોલીસ પાસે છે. જ્યારે તેની પત્નીની હજી કોઈ માહિતી નથી મળી રહી પરંતુ વિનય શાહની પત્ની ભારતમાં હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
નેપાળના પોખરાની એક હોટલમાંથી ઝડપાયો
વિનય શાહ નેપાળના પોખરાની એક હોટલમાંથી ઝડપાયો ત્યારે તેની પાસે 31 લાખની નેપાળની કરન્સી અને ડોલર પણ હતાં. સીઆઈડી ટીમની એક ટીમ નેપાળ જવા રવાના થઇ છે. ભારત અને આઈબીની ટીમે સાથે મળીને ફરાર વિનય શાહને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ મુદ્રા એક્સચેન્જ કરતો તે સમયે પોલીસને શંકા જતા તપાસ હાથધરી ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. વિનય શાહ નેપાળમાં સામાન્ય નાગરિકની જેમ રહેતો હતો.
સમગ્ર રાજયમાં હાલ ચર્ચાસ્પદ બનેલા વિનય શાહના એકના ડબલ કરી આપવાની સ્કીમનું ઉઠામણું થઈ ગયા બાદ કુલ 260 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતુ.
કઇ રીતે કરવામાં આવી છેતરપીંડી
આ ઠગ દંપની દ્વારા અલગ અલગ ત્રણ પ્રકારની સ્કીમ બનાવીને વળતર ચૂકવવા જણાવવામાં આવતુ હતુ. જે ત્રણ સ્કીમમાં પ્રો સ્કીમમાં 4500 રૂ. દરરોજ 10 એડ જોવાથી 40 ક્રેડીટ અપાતુ જેમાં 10 મહિને 7920 ચુકવવાનો દાવો કરાતો તેમજ 4 લોકોની ચેઇન બનાવાથી વધુ વળતર અપાતુ હતુ.
તેવી જ રીતે રૂ. 9500 ની પ્રીમીયમ સ્કીમમાં દરરોજ 15 જાહેરાત જોતા અને 4 લોકોની ચેઇન કરતા 12 મહિને 20196 ચૂકવવાનો દાવો કરાતો તે બાદ રૂ. 25000 ની પ્રાઇડ સ્કીમમાં દરરોજ 20 એડ જોતા વર્ષે 61776 રૂ. ચુકવવાનો દાવો કરવામાં આવતો હતો છેલ્લાં ત્રણ મહિના સુધી આ ઠગ કંપની દ્વારા લોકોને વિશ્વાસમાં લેવા માટે વળતર અપાતુ હતુ.
જોકે આજે છેલ્લાં અમુક સમયથી લોકોને દિવાળી પછી વળતર આપવાના વાયદા કરાતા હતા અને સવારે આ કંપનીમાં તાળા લાગી જતા છેતરપીંડી કરાતી હોવાની જાણ થતા 300 થી વધુ લોકોને ટોળું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોચી ગયુ હતુ. આ અંગેની ફરિયાદ નોંધાઇ જતા પોલીસે આ દંપતની શોધખળ શરૂ કરી હતી. રાત્રે 2થી ત્રણ વાગેના અરસામાં વસ્ત્રાપુર પોલીસ વિનયશાહના પાલડી સ્થિત ઘરે પહોચ્યા હતા ત્યાં વિનય શાહની પત્નિ પણ ઘરેથી ફરાર હોવાનું માલુમ પડ્યું હતુ.
2થી ત્રણ મિનીટ જાહેર ખબર જોઇને 18 થી 20 ટકા વળતરની લોભામણી જાહેરાત
શહેરના પોસ વિસ્તાર એવા થલતેજમાં વિનયશાહ દ્વારા આર્ચર કેર ડિઝીટલ નામની કંપની શરૂ કરી હતી જે કંપનીમાં ગ્રાહકોને રૂ. 4500 થી લઇને 25000 સુધીનું રોકાણ કરીને 12 મહિને 31 હજાર સુધી રકમ આપવાના વાયદા કરાયા હતા. આ કંપનીમાં અત્યાર સુધીમાં રોકાણ કરેલા એક લાખ સાથે અંદાજે 260 કરોડ રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી છે.
આ કંપની દ્વારા ઓનલાઇન 2થી ત્રણ મિનીટ જાહેર ખબર જોઇને 18 થી 20 ટકા વળતરની લોભામણી જાહેરાત કરવામાં આવતી હતી, તેમજ અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લામાંથી 100 કરતા વધુ એજન્ટો મારફતે એક લાખ જેટલા લોકોના 260 કરોડ ફસાયા હોવાની પણ ચર્ચા થઇ રહી છે.
11 પાનાનો લેટર સોશીયલ મીડિયામાં વાયરલ
આરોપી વિનય શાહ દ્વારા આ કૌભાંડ બાબતે 11 પાનાનો લેટર સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ અધિકારીઓ, નેતા તથા મીડિયાના કેટલાક પત્રકારોને પૈસા આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ પત્ર આરોપી વિનય શાહ દ્વારા વાયરલ થયેલ છે. ત્યાર બાદ વિનય શાહ દેશ છોડીને ભાગી ગયો હતો.
