Not Set/ બાળકો માટે ખુશ ખબર : આ ધોરણમાં ભણતા બાળકોને નહી આપવામાં આવે હોમવર્ક

ભારતમાં સ્કુલના બાળકો માટે એક સારા સમાચાર આવ્યા છે. નાની ઉમરમાં જ સ્કુલના બાળકો પર ભણવાનું બોજ વધી જાય છે. કેટલી બધી પરીક્ષા અને હોમવર્કમાંથી પસાર થવું પડે છે. પરંતુ હવે કદાચ હોમવર્કની ચિંતામાંથી બાળકોને છુટકારો મળી શકે છે. સરકારની તરફ્થી જાહેર કરવામાં આવેલ સર્ક્યુલર પ્રમાણે પહેલા અને બીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને હોમવર્ક નહી […]

Top Stories India Trending

ભારતમાં સ્કુલના બાળકો માટે એક સારા સમાચાર આવ્યા છે. નાની ઉમરમાં જ સ્કુલના બાળકો પર ભણવાનું બોજ વધી જાય છે. કેટલી બધી પરીક્ષા અને હોમવર્કમાંથી પસાર થવું પડે છે.

પરંતુ હવે કદાચ હોમવર્કની ચિંતામાંથી બાળકોને છુટકારો મળી શકે છે.

સરકારની તરફ્થી જાહેર કરવામાં આવેલ સર્ક્યુલર પ્રમાણે પહેલા અને બીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને હોમવર્ક નહી આપવામાં આવે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં આ નોટીસ આપી છે.

જેમાં આદેશોને પાલન કરવા માટે કહ્યું છે. માત્ર હોમવર્ક જ નહી પરંતુ પુસ્તકો લાવવા મામલે પણ બાળકો પર બોજ નહી મુકવામાં આવે.પહેલા અને બીજા ધોરણના બાળકોને કોઈ પણ પ્રકારનું હોમવર્ક નહી આપવામાં આવે.