સંસ્કારી નગરી વડોદરામાંથી એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પત્નીએ પોતાના પતી પર જ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. અને વડોદરા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પીડિતા પત્નીના ૧૪ વર્ષની ઉમરમાં એક શિક્ષક સાથે લગ્ન થયા હતા. આ પીડિતા તે સમયે અભ્યાસ કરતી હતી અને પોતાના પતિ અર્જુનસિંહ ચુડાસમા કે જે વ્યવસાયે શિક્ષક છે તેની પાસે જ ટ્યુશન ભણવા માટે જતી હતી.
માત્ર ૧૪ વર્ષની ઉમરે જ આ પીડિતાના અર્જુનસિંહ ચુડાસમા સાથે લગ્ન થયા હતા. તેના પતિ અર્જુનસિંહ ચુડાસમા બોટાદની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેણે પીડિતા સાથે લગ્ન કરી તેણીની પર ત્રાસ ગુજાર્યો છે. પીડિતાને બે વાર ગર્ભપાત કરાવ્યો છે. અને પીડિતાને મારવાની ધમકી આપી પણ આપીહતી.
પતિ નો ત્રાસ સહન ના થતા આ પીડિતા પોતાના સબંધીને ત્યાં ભાગીને આવી છે અને વડોદરા મહિલા પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
