Election/ રાજેન્દ્ર ત્રિવેદીને વોર્ડ પ્રભારી બનાવાતા વિવાદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે વાદ-વિવાદનો દૌર શરૂ થઇ ગયો છે.

Gujarat Vadodara
  • રાજેન્દ્ર ત્રિવેદીને વોર્ડ પ્રભારી બનાવાતા વિવાદ
  • ભાજપે સ્પીકરને સોંપી કોર્પો. ચુંટણીની જવાબદારી
  • રાજેન્દ્ર ત્રિવેદીને ભાજપે વોર્ડ 16 નાં પ્રભારી બનાવ્યાં
  • વોર્ડ 16 માં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાને હરાવવાનો તખ્તો
  • વિધાનસભા અધ્યક્ષની પોસ્ટ બંધારણીય પોસ્ટ
  • સ્પીકર તરીકે પાર્ટીમાં પદની જવાબદારી ન લઇ શકે
  • ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં પણ લીધો હતો ભાગ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે વાદ-વિવાદનો દૌર શરૂ થઇ ગયો છે. જણાવી દઇએ કે, ભાજપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે અહીના દરેક વોર્ડ કક્ષાએ ચૂંટણી પ્રભારી તરીકે ધારાસભ્યો અને અને સંસદ સભ્યની નિમણૂંક કરી છે. જેને લઇને એક મોટો વિવાદ સામે આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, ભાજપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વોર્ડ નંબર-16 માં રાજેન્દ્ર ત્રિવેદીને પ્રભારી બનાવ્યા છે. જે બાદથી વિવાદ સર્જાયો છે. આ વોર્ડ નંબર-16 માં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓને હરાવવા ભાજપે તખ્તો તૈયાર કર્યો છે. જણાવી દઇએ કે, રાજેન્દ્ર ત્રિવેદી હાલમાં વિધાનસભાનાં અધ્યક્ષ છે અને તેઓ સ્પકર તરીકે પાર્ટીમાં પદની જવાબદારી ન લઇ શકે. હવે વડોદરા ભાજપ પ્રમુખે રાજેન્દ્ર ત્રિવેદીની વોર્ડ નંબર 16 નાં ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવતા ફરી એક વાર વિવાદ સર્જાયો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, પાર્ટીનાં કાર્યકર્તાઓ વચ્ચે આ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેમનુ માનવુ છે કે, વિધાનસભાનાં અધ્યક્ષ તરીકે તેઓ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ બેસી શકે નહીં તેમ છતાં તેઓએ હાજરી આપી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…