PM Narendra Modi Gujarat Visit 2026 : જાન્યુઆરીમાં ગુજરાતમાં ફરી એકવાર રાજકીય અને વિકાસ પ્રવૃત્તિઓની ગરમાહટ જોવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરી પછી રાજ્યના દ્વિદિવસીય પ્રવાસ પર આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 13 અને 14 જાન્યુઆરી ગુજરાત પ્રવાસે આવશે. જે રાજ્યમાં રાજકીય અને વિકાસ પ્રવૃત્તિઓને નવી ગતિ આપવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.
રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર હવે જ તમામ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાઓ પૂર્ણ કરવા તડામાર તૈયારીમાં છે. PM નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો માટે હાજર રહેશે.
PM મોદી 12 જાન્યુઆરીના રોજ અમદાવાદ પ્રવાસે
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવે તેવી શક્યતા છે.. તે જ દિવસે તેઓ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની મુલાકાત પણ લેશે, જે રાજ્યના કલાત્મક અને પર્યટન વિકાસને પ્રોત્સાહન આપવાનું મહત્વપૂર્ણ મંચ ગણાય છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉતરાયણ ઉત્સવમાં જોડાશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 13 અને 14 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં આગમન કરશે. તેમની મુલાકાતનો મુખ્ય હિસ્સો ઉત્તરાયણના ઉત્સવ સાથે જોડાયેલ છે. તેઓ ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તારોમાં પતંગ ચગાવવાના કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં ઉત્સાહી માહોલ ઉભો થવાની શક્યતા છે.
આ પણ વાંચો: 2026માં મેગા કોન્સર્ટ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શકીરાના મેગા શોની સંભાવના
આ પણ વાંચો: PM મોદી જોર્ડનથી શરૂ કરશે ત્રણ દેશોના પ્રવાસે, વેપાર અને રાજદ્વારી સંબંધો મજબૂત થશે
આ પણ વાંચો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વરાજ કૌશલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
