Lifestyle: ફિટનેસ (Fitness) જાળવવા માટે ચાલવું એ સૌથી સરળ અને અસરદાર વ્યાયામ છે. ઊંધુ ચાલવાને રેટ્રો વૉકિંગ (Retro Walking) કહે છે.એનાથી હાર્ટ હૅલ્થ (Heath Health) બહેતર બને છે, વજન કંટ્રોલ થાય છે, મસલ્સ (Muscles) મજબૂત બને છે અને સર્વાંગ હૅલ્થ (Health) સારી બને છે. આ એક એવી કસરત છે કે જેને તમે ગમે ત્યાં અને ગમે ત્યારે સરળતાથી કરી શકો છો. તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર પાછળ એટલે કે ઊંધા ચાલવાના (Retro Walking) ફાયદા અંગે અનેક દાવા કરવામાં આવી રહ્યાં છે. આ દાવાની સચ્ચાઈ અને એની ટિપ્સ (Tips) વિશે ડૉક્ટર પાસેથી જાણીશું…

ઘૂટણ અથવા સાંધાની પીડા ગંભીર સમસ્યા
આજના સમયમાં ઘૂટણ અથવા સાંધાની પીડા ફક્ત વડીલો જ નહિં પરંતુ, યુવાનો માટે પણ એક ગંભીર સમસ્યા બનતી જાય છે! અનુચિત જીવનશૈલી, લાંબા સમય સુધી બેસીને કામ કર્યા કરવું અને એટલું ઓછું હોય એમ અનહૅલ્ધી ડાયટ!! આ તમામ બાબતો કારણભૂત છે કે, લોકો નાની ઉંમરમાં પણ સાંધાની પીડાથી પરેશાન રહેવા લાગ્યા છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો તો, આ લેખ તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે.
100 Backwards Vs 1,000 Forward Steps નો દાવો
આ દાવાઓમાં એવું કહેવાય છે કે, પાછળની તરફ ચાલવા (Retro Walking)માં આવેલા 100 સ્ટેપ્સ એ સીધી દિશામાં ચલાતા 1,000 પગલાં બરાબર છે! આવા દાવાઓને લીધૈ લોકો એને ફિટનેસનો શોર્ટકટ સમજવા લાગ્યા છે. પરંતુ ખરેખર આમ હોય છે ખરું? 100 Backwards vs. 1,000 Forward Steps ના આ દાવામાં કેટલી સચ્ચાઇ છે એ વિશે હવે હૅલ્થ નિષ્ણાત તબીબ (Doctor) પાસેથી જાણીએ.
નિષ્ણાતના મતે આ (Retro Walking) એક ખોટો અને ભ્રામક દાવો (Wrong Claim) છે. તે જણાવે છે કે, “એક પગલું એક જ હોય છે, પછી તમે આગળ ચાલો કે પાછળ! એવું કોઈ જ સાયન્ટિફીક પ્રુફ નથી કે 100 સ્ટેપ્સ પાછળ ચાલવું એ કેલરી બર્ન, હાર્ટ હૅલ્થ કે પછી ફિટનેસના મુદ્દે 1,000 સ્ટેપ્સ આગળ ચાલવા બરાબર હોય!”

રેટ્રો વૉકિંગનો ટ્રેન્ડ કેમ ફેલાયો છે? (Retro Walking Trend)
એક્સપર્ટનું કહેવું છે કે પાછળ ચાલવાથી શરીરની માંસપેશીઓ જુદી તરેહથી કાર્ય કરે છે. આના લીધે સાથળની માંસપેશીઓ વધુ એક્ટિવ થાય છે અને ઢીંચણો પર દબાણ ઓછો પડે છે. બેલેન્સ અને કોઓર્ડિનેશન સુચારુ બને છે. જો કે આ વ્યાયામ ઘણાને અઘરો લાગે છે અને કદાચ આ જ કારણે બધા એવું સમજે છે કે આનાથી કેટલાય ગણો ફાયદો મળે છે! પરંતુ, કેવળ અઘરું હોવાનો એ અર્થ નથી કે એના ફાયદા પણ એનેકગણા હોય!
શું પાછળ ચાલવાથી ઘૂટણ કે કમર દર્દમાં આરામ મળે છે?
નિષ્ણાતના મતે, પાછળ ચાલવા (Retro Walking)થી સ્નાયુપેશીઓ જુદી રીતે કાર્ય કરે છે. એનાથી સાથળો પર ઓછું દબાણ આવે છે અને બેલેન્સ તથા કોઓર્ડિનેશન સારું રહે છે. એ ઘૂટણ અને કમર (Knee or Back pain) માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. પાછળની તરફ એટલે કે ઊંધા ચાલવા (Retro Walking)થી આગળની દિશામાં ચાલવાની સરખામણીએ ઘૂટણો પર ઓછું દબાણ આવે છે. એ કરવાથી પ્રારંભિક ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ઢીંચણમાં પીડા વગેરેમાં મદદ મળે છે. આ ઉપરાંત, પાછળ ચાલવાથી પોશ્ચર અને કોર મસલ્સની ઉપર ધ્યાન વધુ જાય છે જેથી કમરની પીડામાં પણ રાહત મળે છે.

પાછળ ચાલવું 10,000 સ્ટેપ્સ જેટલું ચાલવાના ટારગેટ બરાબર?
હૅલ્થ નિષ્ણાત તબીબનો સ્પષ્ટ મત છે કે, દરરોજ અમુક સ્ટેપ્સનો ઉદ્દેશ્ય શરીરને એક્ટિવ રાખવાનો, સ્ટેમિના (Stamina) વધારવાનો અને હાર્ટ હૅલ્થને બહેતર બનાવવાનો છે. રેટ્રો વોકિંગ (Retro Walking) આમાં મદદરુપ થઇ શકે છે પરંતુ એ રોજીંદા અર્થાત્ ડેઇલી વૉક (Daily Walk) નું સ્થાન લઈ શકે નહિં! જો તમે તમારા ડેઇલી રુટિનમાં એને થોડો સમય સામેલ કરવા માંગતા હો તો એને સ્ટેપ કાઉન્ટ પૂરા કરવાનો શોર્ટકટ ન બનાવી શકો. આનો એ અર્થ છે કે પાછળ પગલાં ભરવાના અમુક ફાયદા અવશ્ય છે પણ આ કોઇ જાદુ નથી,આનાથી ન તો તમારા સ્ટેપ્સ અનેકગણા થઇ જાય છે કે ન તો આ સામાન્ય ચાલવાનો વિકલ્પ બની શકે છે!
પાછળ ચાલતા પહેલા આ ટિપ્સનું રાખો ધ્યાન
1. હંમેશાં ખાલી અને સ્વચ્છ સ્થાન પર જ ચાલવું
2. ધીરે-ધીરે ચાલવું અને શરીરને ટટ્ટાર રાખવું
3. પાછળ ચાલતી વખતે મોબાઇલ ફોન (Mobile Phone)નો ઉપયોગ ન કરવો
4. જે લોકોને ચક્કર આવવાની સમસ્યા હોય કે ગંભીર વા હોય કે સર્જરી (Surgery) થયેલી હોય કે પછી ન્યુરોલોજિકલ સમસ્યા હોય ત્યારે તો ડૉક્ટરની સલાહ લેવી.
આ પણ વાંચો: ઠંડીના વાતાવરણમાં હૃદયની સમસ્યાઓમા હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે, આવી રીતે રાખો સાવચેતી
આ પણ વાંચો: સવારે ખાલી પેટ દોડવાથી સ્વાસ્થ્યને થાય છે લાભ, જાણો
આ પણ વાંચો: શું તમારા પગ હાથી જેવા બની રહ્યા છે? જાંઘમાં વધતી ચરબીને કેવી રીતે નિયંત્રિત કરવી
