Ahmedabad News/ અમદાવાદમાં અઢી મહિના બાદ સંકલન સમિતિની બેઠક

સંકલન સમિતિ (Coordination Committee) ની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ ધારાસભ્યની માંગણીઓ પર વિચારણા કરવાની ખાતરી આપી

Gujarat Ahmedabad
Coordination Comittee

Ahmedabad News : અમદાવાદમાં અઢી મહિના બાદ સંકલન સમિતિ(Coordination Committee) ની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. બેઠક દરમિયાન વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે શહેરના હિતમાં અનેક મુદ્દાઓને લઈ પોતાની સ્પષ્ટ રજૂઆત કરી હતી.

સંકલન સમિતિ (Coordination Committee) ની બેઠકમાં એમજે યુનિ રોડનું નામ બદલીને ‘રામપથ’ રાખવાની માંગ

ધારાસભ્ય અમિત ઠાકરે એમજે યુનિ રોડનું નામ બદલીને ‘રામપથ’ રાખવાની માંગ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, શહેરના મહત્વના માર્ગોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ સાથે જોડવાથી નાગરિકોમાં ગૌરવની ભાવના વિકસશે. આ અંગે યોગ્ય પ્રક્રિયા દ્વારા નિર્ણય લેવાય તેવી રજૂઆત તેમણે સંકલન સમિતિ (Coordination Committee) ની બેઠકમાં કરી હતી.

સંકલન સમિતિ (Coordination Committee) ની બેઠકમાં સરકારી જમીનનો સદુપયોગ કરવાની માંગ

સંકલન સમિતિ (Coordination Committee) ની બેઠકમાં શહેરમાં ખાલી પડેલી સરકારી જમીનનો સદુપયોગ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે આવી જમીનો પર રહેણાંક વિસ્તારની આસપાસ રમણિય મેદાનો અને ખુલ્લી જગ્યા વિકસાવવામાં આવે તો યુવાનો અને બાળકોને લાભ મળશે તેમજ શહેરમાં ખુલ્લી જગ્યા જાળવવામાં મદદ મળશે.

ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને, શહેરમાં લારીધારકો માટે યોગ્ય અને નિર્ધારિત જગ્યાઓ ફાળવવાની પણ માંગ

ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને, શહેરમાં લારીધારકો માટે યોગ્ય અને નિર્ધારિત જગ્યાઓ ફાળવવાની પણ માંગ કરવામાં આવી હતી. અમિત ઠાકરે જણાવ્યું હતું કે હાલ અનેક વિસ્તારોમાં અનિયમિત રીતે લારીઓ ઊભી રહેતા ટ્રાફિક જામ સર્જાય છે. જો લારીધારકો માટે અલગ જગ્યા ફાળવીને તેમની પાસેથી નિયમિત ફી વસૂલવામાં આવે તો વ્યવસ્થા સુધરી શકે અને ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે.

આ ઉપરાંત, શહેરમાં અયોગ્ય જગ્યાએ ફૂટપાથ બનાવવાના મુદ્દે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યાં જરૂરીયાત ન હોય ત્યાં ફૂટપાથના નિર્માણથી રસ્તાની પહોળાઈ ઘટે છે અને વાહન વ્યવહારને મુશ્કેલી થાય છે. તેથી ફૂટપાથનું આયોજન સ્થાનિક પરિસ્થિતિ અને વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તેવી માંગ તેમણે સંકલન સમિતિ (Coordination Committee) ની બેઠકમાં કરી હતી.

સંકલન સમિતિ (Coordination Committee) ની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ ધારાસભ્યની માંગણીઓ પર વિચારણા કરવાની ખાતરી આપી હતી. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં સુધારા માટે આવા મુદ્દાઓ પર વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રજાના વિકાસ મુદ્દા ભુલાયા, AMC સંકલન સમિતિ બેઠકમાં મોટા ભાગના ધારાસભ્યો ગેરહાજર

આ પણ વાંચો: ક્ષત્રિય સંકલન સમિતિમાં સંકલનના ઉડ્યા લીરેલીરા

આ પણ વાંચો: વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ની સંકલન સમિતિની બેઠક દિલ્હીમાં યોજાશે,જાણો શું છે એજન્ડા