Ahmedabad News/ પ્રજાના વિકાસ મુદ્દા ભુલાયા, AMC સંકલન સમિતિ બેઠકમાં મોટા ભાગના ધારાસભ્યો ગેરહાજર

અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર સાથે બે મહિના પછી યોજાયેલી AMC સંકલન બેઠકમાં મોટાભાગના ભાજપ અને કોંગ્રેસ ધારાસભ્યો ગેરહાજર રહ્યા. હાજર MLAએ પોતાના વિસ્તારમાં રોડ, પાણી અને વિકાસકાર્યો અંગે રજૂઆત કરી.

Top Stories Ahmedabad Gujarat
AMC

AMC Municipal Meeting: અમદાવાદ શહેરના ધારાસભ્યો અને સાંસદો પ્રજાના માર્ગ, પાણી, ગટર અને વિકાસકાર્યો અંગેના મુદ્દાઓ પર નિરસતા દેખાડતા રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ સાથેની દરમહિને મળતી AMC સંકલન બેઠક આજે બે મહિના બાદ યોજાઈ, જેમાં મોટાભાગના ધારાસભ્યો અને સાંસદો ગેરહાજર રહ્યા.

AMC સંકલ બેઠકમાં ધારાસભ્યો ગેરહાજર 

હાજર રહેલા ધારાસભ્યોમાં વેજલપુરના અમિત ઠાકર, નારણપુરાના જીતુ ભગત, ગાંધીનગર દક્ષિણના અલ્પેશ ઠાકોર, બાપુનગરના દિનેશસિંહ કુશવાહ, નરોડાના ડૉ. પાયલ કૂકરાણી, અને ઠક્કરબાપાનગરના કંચનબેન રાદડિયા સમાવેશ થાય છે. વિપક્ષના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દાણીલીમડાના શૈલેષ પરમાર ગેરહાજર રહ્યા.

બેઠકમાં સાંસદ પણ ગેરહાજર રહ્યા 

AMCના કમિશનર અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સાંસદ દિનેશ મકવાણા, એચએસ પટેલ, નરહરી અમીનમાંથી કોઈપણ હાજર નહોતા. ગત બેઠક રદ્દ થતાં MLA ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સંકલન બેઠકમાં ધારાસભ્યો અને સાંસદો પોતાના વિસ્તારના પ્રજાના પ્રશ્નોને લઇ રજૂઆત કરતા હોય છે.

ભાજપના ગેરહાજર રહેલા ધારાસભ્યો:

  • ડો. હર્ષદ પટેલ (સાબરમતી)
  • કૌશિક જૈન (દરીયાપુર)
  • બાબુસિંહ જાદવ (વટવા)
  • અમિત શાહ (એલિસ બ્રિજ)
  • ડો. હસમુખ પટેલ (અમરાઈવાડી)
  • દર્શના વાઘેલા (અસારવા)
  • અમુલ ભટ્ટ (મણિનગર)

કોંગ્રેસના ગેરહાજર રહેલા ધારાસભ્યો:

  • ઇમરાન ખેડાવાલા (જમાલપુર)
  • શૈલેષ પરમાર (દાણીલીમડા)

ગેરહાજર રહેલા સાંસદો:

  • દિનેશ મકવાણા, એચ.એસ. પટેલ, નરહરી અમીન

કેટલાક ધારાસભ્યો, જેમ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, અને અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી હોવાથી સંકલન બેઠકમાં હાજર રહી શક્યા નથી, અને તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા.

ઉસ્માનપુરા ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠક માત્ર એક કલાકમાં પૂર્ણ થઈ, કારણ કે મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહ્યા. જોકે, હાજર રહેલા ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રજાના પ્રશ્નો અંગે રજૂઆત કર્યા અને વિકાસકાર્યોની ચર્ચા કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવે ED પણ નકલી, અમદાવાદના સિનિયર સિટીઝન પ્રોફેસર સાથે ફ્રોડ

આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં પિતરાઈ ભાઈએ જ તિક્ષ્ણ હથિયારથી કરી ભાઈની નિર્મમ હત્યા

આ પણ વાંચો: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, અમદાવાદમાં 15.3° તાપમાન નોંધાયું