Bharuch News/ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા ભાજપે શિસ્તનો કોરડો વીંઝ્યોઃ 9 સભ્યો સસ્પેન્ડ

ભરૂચ ડેરી ચૂંટણીમાં ભાજપ તરફથી ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલને 3 સભ્યો અને ઘનશ્યામ પટેલની પેનલને 12 સભ્યો માટે મેન્ડેટ આપવામાં આવ્યું હતું.

Top Stories Gujarat Others Breaking News

Bharuch News: આગામી 19 સપ્ટેમ્બર, 2025ના રોજ ભરૂચ ડેરીની ચૂંટણી યોજાવાની છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ચૂંટણી પહેલાં જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારા કુલ 9 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ચૂંટણી ભરૂચ જિલ્લાના ડેરી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે, અને ભાજપના આ પગલાંથી પાર્ટીની આંતરિક એકતા અને શિસ્ત પર ભાર મૂકવામાં આવ્યો છે. આમ ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો બળાપો અને આક્રોશ છેવટે રંગ લાવ્યો છે. પક્ષના સિદ્ધાંતો અને પક્ષના મેન્ડેટથી વિપરીત જઈને કામ કરનારા સામે તેમણે કાર્યવાહી કરવાની જિલ્લા પ્રમુખ સમક્ષ માંગ કરી હતી તે છેવટે પૂરી થઈ છે. આના પગલે આગામી દિવસોમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જવાની હિંમત નહીં કરે તેમ મનાય છે.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરુણસિંહ રાણાની પેનલના નવ ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ થનારા ઉમેદવારોમાં અરૂણસિંહની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જિજ્ઞેશ પટેલ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભરૂચ બાદ નર્મદા જિલ્લા પછી ભાજપ પ્રમુખે દૂધધારા ડેરીની ચૂંટણીના બળવાખોરો સામે શિસ્તનો કોરડો વીંઝ્યો હતો. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે સોમા વસાવા, દિનેશ બારીા અને સુનીલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. અરૂણસિંહ રાણાની પેનલના ભાજપના મેન્ડેટ સામે ઉમેદવારી કરનારા કુલ 9 ઉમેદવારોને ભાજપે પક્ષમાંથી પાણીચુ પકડાવ્યું છે.

ભરૂચ ડેરી ચૂંટણીમાં ભાજપ તરફથી  ઘનશ્યામ પટેલની પેનલને 12 સભ્યો માટે મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જોકે, આ મેન્ડેટનું પાલન ન કરીને કેટલાક સભ્યોએ વિરુદ્ધ ઉમેદવારી કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પાર્ટી અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરી. આ ઉપરાંત, મેન્ડેટવાળા 2 સભ્યો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે, જેનાથી કુલ 6 સભ્યો સસ્પેન્ડ થયા છે. આ પગલું પાર્ટીની આંતરિક શિસ્ત જાળવવા અને ચૂંટણીમાં એકતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

આ સભ્યોને તુરંત અસરકારક સસ્પેન્શન જારી કરવામાં આવ્યું છે, જેનાથી તેઓ ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. આ કાર્યવાહીથી ભાજપની પેનલો વચ્ચેના આંતરને ઘટાડવાનો પ્રયાસ જણાય છે. આ ચૂંટણી ભરૂચ જિલ્લાના ડેરી કૃષિ અને સ્થાનિક વિકાસ માટે મહત્વની છે, જ્યાં ભાજપની મજબૂત પકડ છે. જોકે, આંતરિક વિરોધને કારણે પાર્ટીમાં તણાવ વધ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના મેન્ડેટને પડકાર આપવાથી પાર્ટીની એકતા પર સવાલો ઉભા થયા હતા. આ એક્શનથી ભાજપે તેની શિસ્ત અને નિયંત્રણનું પ્રદર્શન કર્યું છે, જે ચૂંટણી પહેલાં વિરોધીઓને સંદેશ આપે છે. સ્થાનિક વિશ્લેષકોના મતે, આ પગલું ભાજપને ચૂંટણીમાં મજબૂત સ્થિતિ આપશે, પરંતુ આંતરિક અસંતોષ વધારી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીમાં ભાજપ વિ. ભાજપ

આ પણ વાંચો:ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણી 2025: રાજકીય રસાકસી અને ઘનશ્યામ પટેલનો દબદબો

આ પણ વાંચો:દૂધસાગર ડેરી ચૂંટણી મામલે કોંગ્રેસનાં ભાજપ પર શાંબ્દિક પ્રહાર