Rajkot BMW Accident : રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર વહેલી સવારે એક લક્ઝુરિયસ BMW કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુનિવર્સિટીના મુખ્ય ગેઈટ પાસે કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે BMW કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો. જોકે, એરબેગ્સના કારણે કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયા વગર બચી ગયો.
BMW કાર ચાલક ફરાર
ઘટનાના સમય બાદ આશ્ચર્યની વાત એ રહી કે કાર ચાલક કોઈને જાણ કર્યા વિના જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો અને કાર રસ્તા પર જ છોડી દીધી. ઘટના વિશે જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો. પોલીસે કાર કબજે કરી હતી અને રજિસ્ટ્રેશન નંબરના આધારે માલિક અને ચાલકની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કારની ગતિ મર્યાદા કરતાં વધુ હતી.
પોલીસ તપાસ શરૂ
સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. યુનિવર્સિટી પોલીસ આસપાસના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી જાણી શકાય કે અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું અને ચાલક શા માટે ફરાર થયો?
આ પણ વાંચો: સુરતમાં નબીરાઓ બેફામ, વેસુમાં રેસ દરમિયાન સર્જ્યો અકસ્માત
આ પણ વાંચો: જોધપુરમાં ગાઢ ધુમ્મસને કારણે ગુજરાતી પરિવારનો ગંભીર માર્ગ અકસ્માત
આ પણ વાંચો: અમદાવાદમાં રોડ અકસ્માતનો કહેર યથાવત, રોંગસાઇડ કારએ એક્ટિવા ચાલકને ઉડાવ્યો
