Ahmedabad News/ ઇંદોરથી અમદાવાદ આવતી ટ્રકમાંથી ₹10.11 લાખના પાર્સલ ગાયબ, ડ્રાઇવર સામે ફરિયાદ

Ahmedabad Parcel Theft: ઇંદોરથી અમદાવાદ આવતી ટ્રકમાંથી ₹10.11 લાખના ચાર પાર્સલ ગાયબ થયાની ફરિયાદ નોંધાઈ. નારોલ પોલીસે ટ્રક ડ્રાઇવર સામે તપાસ શરૂ કરી.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Parcel Theft: અમદાવાદમાં ટ્રકમાંથી ₹10.11 લાખના પાર્સલ ગાયબ, ડ્રાઇવર સામે ફરિયાદ

Ahmedabad News: અમદાવાદમાં ઇંદોરથી માલસામાન લઈને આવતી ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી ₹10.11 લાખથી વધુ કિંમતના ચાર પાર્સલ ગાયબ (Ahmedabad Parcel Theft) થવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પીપળજ-પીરાણા રોડ પર આવેલા જે એન્ડ કે લોજિસ્ટિક પાર્ક સ્થિત ‘શ્રીનાથ કાર્ગો પ્રા. લિ.’ના સંચાલક હબીબ ઉમડિયાએ ટ્રક ડ્રાઇવર અફઝલખાન ગુલહસનખાન સામે ચોરી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળ્યા બાદ નારોલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Ahmedabad Parcel Theft: 25 પાર્સલમાંથી ચાર પાર્સલ ગાયબ

ફરિયાદ મુજબ, 24 સપ્ટેમ્બર 2026ના રોજ વહેલી સવારે આશરે પાંચ વાગ્યે શ્રીનાથ કાર્ગોની ટ્રક ઇંદોરથી અમદાવાદ (Indore to Ahmedabad Truck) આવવા નીકળી હતી. ટ્રકમાં અલગ-અલગ કંપનીઓનાં કુલ 25 પાર્સલ લોડ કરવામાં આવ્યાં હતાં. ટ્રક અફઝલખાન ગુલહસનખાન ચલાવી રહ્યો હતો.

બપોરે આશરે ત્રણ વાગ્યે ટ્રક પીપળજ ખાતેની ઓફિસે પહોંચી હતી. માલસામાન ઉતારતી વખતે ‘મા એન્ટરપ્રાઇઝ’નાં છ પાર્સલમાંથી માત્ર બે જ મળ્યાં હતાં, જ્યારે બાકીનાં ચાર પાર્સલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન ડ્રાઇવર પર શંકા

પાર્સલ ગાયબ થતાં ઇંદોર સ્થિત ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી તમામ 25 પાર્સલ ટ્રકમાં લોડ કરવામાં આવ્યાં હોવાનો વીડિયો પણ મળ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે ડ્રાઇવરને પૂછતાં તેણે પાર્સલ વિશે અજાણ હોવાનો જવાબ આપ્યો હતો.

મોબાઇલ બંધ કરીને ઓફિસમાંથી નીકળી ગયો હોવાનો આક્ષેપ

ફરિયાદ અનુસાર, 7 ઓક્ટોબર 2026ના રોજ ડ્રાઇવર કોઈને જાણ કર્યા વગર ઓફિસમાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. આંતરિક તપાસ અને CCTV ફૂટેજની ચકાસણી બાદ ટ્રકમાંથી ₹10,11,839ની કિંમતનો માલસામાન ગાયબ થવા મામલે ડ્રાઇવર સામે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. (Gujarat News)

અંતે શ્રીનાથ કાર્ગોના સંચાલકે નારોલ પોલીસ (Narol Police) સ્ટેશનમાં આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરી અને વિશ્વાસઘાતના આક્ષેપોની તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: અમદાવાદમાં ગરબા રમવા ગયા કર્મચારીઓ, વસ્ત્રાપુરની ઓફિસમાંથી 47 લેપટોપની ચોરી

આ પણ વાંચો: વડોદરામાં 12 મિનિટમાં 8 કરોડથી વધુના સોનાની ચોરી, ચોરીની ઘટનાથી પોલીસ થઈ દોડતી

આ પણ વાંચો: જ્ઞાનેશ કુમારના બચાવમાં આવ્યા 124 પૂર્વ IAS-IFS અધિકારીઓ, કહ્યું- વોટ ચોરીના આરોપો સાબિત કરો