Ahmedabad News : SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓને માહિતી મળી હતી કે રાજકોટના ગોંડલમાં રહેતો રીયાઝશા ઉમરશા ફકીર નામનો શખ્સ ટ્રકમાં ગેરકાયદે ગાંજાનો જથ્થો લોખંડની પાઈપોની આડમાં ભરીને અમદાવાદના સનાથળ સર્કલ આવી રહ્યો છે. જેને આધારે પોલીસે સનાથળ સર્કલ, નવાપુરા રોડ, ગોપાલ કોન્પ્લેક્સની પાછળ જાળ બિછાવીને ટ્રક અટકાવી હતી. પોલીસે તપાસ કરતા ટ્રકમાં લોખંડની પાઈપો વચ્ચે છુપાવેલો રૂ. 3,31,250 ની કિંમતનો 33.125 કિ.ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ગાંજાનો જથ્થો, અન્ય મુદ્દામાલ અને ટ્રક મળીને કુલ રૂ. 23,44,690નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે રાજકોટના ગોંડલના રહેવાસી ટ્રક ડ્રાઈવર રીયાઝશા ઉમરશા ફકીર અને ક્લીનર ઝફર ઉર્ફે ભુરો જીકરભાઈ સોલંકીની ધરપકડ કરી હતી.
પુછપરછમાં આરોપીએ ગાંજાનો આ જથ્થો છત્તીસગઢ બોર્ડર પાસે ઓડિશા રાજ્યની હદમાં આવેલા ગંજામ જિલ્લાના વિસ્તારમાંથી અમન પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. રીયાઝશાએ મોઈન સાથે ગાંજાનો છુટક વેપાર કરવા તે સાવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું.
આ પણ વાંચો:સરકારી શાળામાં શિક્ષકની સામે આવી નફટ્ટાઈ, ગરીબ વિદ્યાર્થીઓને બનાવ્યા શાળાના નોકર!
આ પણ વાંચો:નડિયાદમાં શિક્ષકની નિંદનીય કરતૂત, 4 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર માર્યો
આ પણ વાંચો:લેસન ન લાવતા શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર, વાલીએ નોંધાવી પોલીસ ફરિયાદ
