ગ્રેનાઈટ પથ્થર નામની લીઝ ગ્રામજનોની બની સમસ્યા
માઈન્સ ગેરકાયદેસર હોવાનો ગ્રામજનો કર્યો આક્ષેપ
બ્લાસ્ટિંગ ને લઈને ખેતર ખેડૂતોનો ઉભો પાક પણ નષ્ટ
ગ્રામજનો દ્વારા વર્ષોથી અનેક રજુઆતો
તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી
પંચમહાલ જિલ્લાના વલ્લવપુર ગામમાં આવેલ ગ્રેનાઈટ પથ્થર નામની લીઝ ગ્રામજનોની સમસ્યા બની છે. ત્યારે ગ્રેનાઈટ નામની ખનીજ પેદાશનું ખનન કરતી આ માઈન્સ ગેરકાયદેસર હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. સરકારની આ આવક આપતી લીઝ આસપાસના વિસ્તારો માટે સમસ્યા બની છે. લીઝ ને લઈને ગ્રામજનો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લીઝમાં કરવામાં આવતા બ્લાસ્ટિંગ ને લઈને ખેતર ખેડૂતોનો ઉભો પાક પણ નષ્ટ થઇ રહ્યો છે. ગ્રામજનો દ્વારા વર્ષોથી અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વલ્લવપુર ગામના ગ્રામજનોની સમસ્યા બની છે ગામમાં આવેલ માઈન્સ , ગ્રેનાઈટ નામની ખનીજ પેદાશનું ખનન કરતી આ માઈન્સ ગેરકાયદેસર હોવાનો ગ્રામજનો કરી રહ્યા છે આક્ષેપ.
સરકાર ખનીજ પેદાશોના નિકાસ દ્વારા મસ મોટી આવક મેળવે છે, અને આ આવક મેળવવા માટે સરકાર દ્વારા ખનીજ પેદાશો ધરાવતા વિસ્તારોને લીઝ સ્વરૂપે ઉદ્યોગકારોને આપે છે, સરકારની આ આવક કરી આપતી લીઝ ક્યારેક આ લીઝની આસપાસના વિસ્તારો માટે સમસ્યા બની જતી હોય છે.
આવું જ કઈ બન્યું છે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વલ્લવપુર ગામમા. આ ગામમાં આવેલી ગ્રેનાઈટ પથ્થરની લીઝ ગેરકાયદેસર હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનોના મતે હાલ જે જગ્યાએ લીઝ છે તે જગ્યા ગૌચરની જમીન છે. અને વર્ષ ૨૦૧૧ માં સુપ્રીમ કોર્ટ દ્વારા ગૌચરની જમીનમાં આવેલી લીઝને રદ્દ કરવા તેમજ તેવી લીઝોને રીન્યુ ન કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા આ ગામમાં આવેલ આ લીઝને રીન્યુ ન કરવા માટે સરકારને વર્ષ ૨૦૧૩ માં ભલામણ પણ કરવામાં આવી છે.
સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા લીઝ ધારક દ્વારા બેરોકટોક ખનીજ પેદાશનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ લીઝ હાલ પણ કાર્યાન્વિત હોઈ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, લીઝમાં કરવામાં આવતા બ્લાસ્ટિંગ ને લઈને અહીં વસતા લોકોના ઘરોમાં તિરાડો પડવી તેમજ આ લીઝમાંથી ઉડતી ધૂળ ને લઈને ખેડૂતોનો ઉભો પાક પણ નષ્ટ થઇ રહ્યો છે.
તેમજ ગ્રામજનોના મતે આ લીઝ ગૌચરની જમીનમાં હોઈ ગામમાં ગૌચરની જમીન ન હોઈ ગૌધનને પણ ઘાસચારાની પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે . ગ્રામજનો દ્વારા વર્ષોથી અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાંપણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
