છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં કોરોનાનાં પોઝિટીવ કેસમાં રોજનાં 300 + કેસ વધી રહ્યા છે. આજે વધેલા નવા કેસની રાજ્ય અનુપેક્ષમાં વાત કરવામાં આવે તો આ આંકડો પોણા ચાર સો નો જોવામાં આવે છે. એક દિવસમાં રાજ્યમાં એક સાથે 376 પોઝિટીવ કેસ અને 29 લોકોના મોતથી કાળજુ કંપી જાવા પામે છે, ત્યારે કાળમુખા કોરોનાનાં કાળજુ કંપાવી દેતા કહેર વચ્ચે રાજકોટ માટે દિલમાં આનંદની લહેરકી ઉઠે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
જી હા, ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે રાજકોટ માટે રાહતના સમાચારો સામે આવી રહ્યા છે. જો કે મહાનગરોમાં સૌથી ઓછુ કહી શકાય તેટલુ સંક્રમણ રાજકોટમાં નોંધવામાં આવે છે. જેતે સમયે રાજકોટમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધી રહી હતી, ત્યારે આ બાબતે વહીવટી તત્ર હરકતમાં આવ્યું હતું. તમામ પોઝિટીવ દર્દીઓને સધન સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.
મેડિકલ ટીમ અને તંત્રની મહેનત રંગ લાવતી હોય તેવી રીતે આજે તમામ સારવાર હેઠળ રાખવામાં આવેલા દર્દીઓ માંથી 8 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા હોય અને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હોય. તમામ દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજકોટ માંથી એક સાથે આઠ કોરોના પોઝિટીવ દર્દીઓના નેગેટિવ રિપોર્ટ આવ્યાની સાથે રાજકોટ માટે કોરોના મામલે લાંબા સમય બાદ કલેજામાં ઠંડક થાય તેવા સમાચાર સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
