Not Set/ #કચ્છ/ દોઢ વર્ષથી ઇન્ચાર્જ હવાલે રહેલ યુનિવર્સિટીને મળ્યા કાયમી વી.સી., જાણો કોની થઇ નિમણુંક

કોરોનાનાં કહેરને કારણે ગુજરાતમાં છેલ્લા 41 દિવસથી લોકડાઉન અમલી છે અને આગામી 17 એપ્રિલ સુધી આવી જ પરિસ્થિતિ જોવામાં આવશે, છેલ્લા લાંબા સમયથી સત્તામંડળો દ્નારા કોઇ પણ પ્રકારનાં વહિવટી નિર્ણયો અનિવાર્યતાના આરે ન હોય તો લેવામાં આવ્યા નથી ત્યારે કચ્છ માટે ખુશીનાં સમાચાર આપતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. જી હા, કચ્છના શિક્ષણ […]

Gujarat Others

કોરોનાનાં કહેરને કારણે ગુજરાતમાં છેલ્લા 41 દિવસથી લોકડાઉન અમલી છે અને આગામી 17 એપ્રિલ સુધી આવી જ પરિસ્થિતિ જોવામાં આવશે, છેલ્લા લાંબા સમયથી સત્તામંડળો દ્નારા કોઇ પણ પ્રકારનાં વહિવટી નિર્ણયો અનિવાર્યતાના આરે ન હોય તો લેવામાં આવ્યા નથી ત્યારે કચ્છ માટે ખુશીનાં સમાચાર આપતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. જી હા, કચ્છના શિક્ષણ જગત માટે સારા સમાચાર આવી ગયા છે. ક્ચ્છ યુનિવર્સિટીમાં કાયમી વીસીની નિમણૂક કરી દેવામાં આવી છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના મેનેજમેન્ટ ફેકલ્ટીના ડિન ડો.જયરાજસિંહ જાડેજાની નિમણૂક કચ્છ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સલર તરીકે કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, જયરાજસિંહ મૂળ કચ્છના અબડાસા તાલુકાના પરજાઉ ગામના વતની છે. અને છેલ્લા દોઢ વર્ષથી ઇન્ચાર્જના હવાલે રહેલી કચ્છ યુનિવર્સિટીને અંતે જયરાજસિંહ રુપે કાયમી વીસી મળ્યા છે. મૂળ કચ્છના પ્રાધ્યાપકને તક મળતા ક્ચ્છ યુનિમાં નવા પ્રાણ ફૂંકાશે તેવુ કચ્છીમાંડૂઓ માની રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન