બનાસકાંઠા,
બનાસકાંઠા જિલ્લામાં રતનગઢના ગામલોકોએ સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, જમીન ધોરણ સર્વેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપને લઇને તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી છે.
છતા કોઇ પણ પ્રકારના પગલા નહીં લેવાતા ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ભષ્ટાચારના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને જો 30 માર્ચ સુધી માંગ સંતોષવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
