Surat News/ સુરતમાં ભાદરવો ભરપૂર, ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ નોંધાયો

  સુરતના બારડોલીમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતનાં (Surat) ઉમરપાડામાં (Umarpada) આજે વહેલી સવારથી અત્યાર સુધી 9.8 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી જ ઉમરપાડામાં ધોધમાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે.  સુરતના બારડોલીમાં (Bardoli) પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. કેવડી ગામ પાસેથી મહુવન નદીમાં પૂર આવતા નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો હોવાનું જોવા મળ્યું છે. ઉમરપાડામાં 4 કલાકમાં 9.8 ઈંચ જેટલો વરસાદ પડતા નદી પરનો લો લેવલ બ્રિજ પૂરના પાણીમાં ગરકાવ થયો હતો.

વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. વીરા નદી પર બનાવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.  માંડણપાડાથી ઝંખવાવ ગામે જોડતો માર્ગ બંધ કરાયો છે. છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ, સાગબારામાં સાડા ત્રણ ઈંચ, સિંગવડમાં અઢી ઈંચ, વાપીમાં પોણા બે ઈંચ, ડેડિયાપાડા, નસવાડીમાં પોણા બે ઈંચ, દેવગઢ બારીયા, લીમખેડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઉમરપાડામાં આભ ફાટવાથી પાકા રસ્તાઓ પણ તૂટી ગયા હોવાનું જોવા મળ્યું છે. હાલ સુરત તંત્ર ભારે વરસાદને લઈ એલર્ટ થઈ ગયું છે.

આજે 6થી 10 દરમિયાન આ તાલુકાઓમાં કેટલો નોંધાયો વરસાદ

જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
સુરત ઉમરપાડા 9.88
નવસારી ખેરગામ 2.76
નર્મદા સાગબારા 2.76
નર્મદા દેડિયાપાડા 1.85
સુરત બારડોલી 1.42
તાપી કુકરમુંડા 1.42
સુરત પલસાણા 1.34
તાપી નિઝર 1.30
સુરત કામરેજ 1.14
દાહોદ દાહોદ 1.06

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

આ પણ વાંચો:IMDએ કરી વરસાદની નવી આગાહી, છુટા છવાયા વરસાદ સાથે અપાયું યલો એલર્ટ

આ પણ વાંચો:આ વખતે નવરાત્રિ સુધી વરસાદ ભીંજવતો રહેશે, ખેલૈયાઓની મજા બગડી શકે