@અમિત રૂપાપરા
સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યો હતો કે તેમની સાથે ઓનલાઇન છેતરપિંડીની ઘટના બની છે અને કેટલા કિસ્સામાં એ છેતરપિંડીથી તેમની પાસેથી યુએસડીટી લઈને તેના રૂપિયા ચૂકવ્યા નથી તેથી આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર 15 માર્ચ 2023થી 8 એપ્રિલ 2023 દરમિયાન હસન નામના વ્યક્તિનો મોબાઇલ તેમના પર આવતો હતો અને આરોપીએ ફરિયાદી પાસેથી USDTના બદલામાં પૈસા આપવાનું જણાવ્યું હતું. તેથી ફરિયાદીએ આરોપીને ટુકડે ટુકડે 8 એપ્રિલ 2023 સુધીમાં 2,40, 222 usdt ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આરોપીઓએ કોઈ સોફ્ટવેરની મદદથી એક જ સ્ક્રીનશોટ બનાવ્યો હતો અને ફરિયાદીના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોવાનું તેમને જણાવ્યું હતું પરંતુ આરોપીઓએ ફરિયાદીને 2,40,222 USDTના બદલામાં એક પણ રૂપિયો ચૂકવ્યો ન હતો અને આ મામલે ફરિયાદી સાથે આરોપીઓએ 1,96,98,204 રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આ ગુનાની ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સામે આવ્યું હતું કે શુબ્રતા દેવ સરકાર, MTL baydul harus, નૂર આલમ, મિયા શકીલ ખાન આ તમામે સાથે મળીને ઝીંગો પે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની ઉભી કરી હતી. આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ દ્વારા પશ્ચિમ બંગાળમાં રહેતી સુબ્રતા દેય સરકારની અટકાયત કરી સાત દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી તેને સુરત ખાતે લાવવામાં આવી છે. સુરત નામદાર કોર્ટમાં રજૂ કરી તેના દસ દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે અને આગામી દિવસમાં આરોપીની પૂછપરછ કરવામાં આવશે કે તેને આ પ્રકારે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે.
આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…
આ પણ વાંચો:ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો
આ પણ વાંચો:સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો
આ પણ વાંચો:સરકારની તિજોરીને 15,000 કરોડનો ફટકો મારતું GST ચોરીનું મોટું કૌભાંડ
