Ahmedabad News/ લોરેન્સ ગેંગના મનોજ સાલવીની ધરપકડ, 17 વર્ષનો હતો ત્યારથી લોરેન્સની જેમ ડોન બનવું હતું

મનોજ સાલવી અનેક એજન્સીઓના રડાર પર

Gujarat Ahmedabad

Ahmedabad News : લોરેન્સ બિશ્નોઈ ગેંગના 22 વર્ષના મનોજ સાલવીની અમદાવાદ ક્રાણ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસ પુછપરછમાં ઘમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મનોજ સાળવી લોરેન્સ સંપર્કમાં સોશિયલ મિડીયાના માધ્યમથી આવ્યો હતો અને ડોન બનવા માંગતો હતો. તેની આર્થિક ગાલત ખૂબ ખરાબ હતી. પરંતુ શસ્ત્રોની હેરાફેરીમાં તેની માસ્ટરી હતી. આજે મનોજ સાલવી અનેક એજન્સીઓના રડાર પર છે.

લોરેન્સ ગેંગના અનમોલ અને પ્રિન્સ સાથે તેણે વીડિયો કોલથી વાત પણ કરી હોવાની વિગતો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળી છે. હાલ મનોજ સાલવીના એક ફોનની ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, એમાં પણ અનેક ડેટા છે. એમાં કેટલાક ડેટા ડિલિટ પણ થઈ ગયા છે, પરંતુ લોરેન્સ ગેંગની મહત્ત્વની કડી હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં લાગી છે.

મનોજના પિતા ઇલેક્ટ્રિકની દુકાનમાં કામ કરે છે, જ્યારે માતા લોકોનાં ઘરમાં રસોઇ બનાવે છે. તે 17 વર્ષનો હતો ત્યારથી લોરેન્સ જેવો ડોન બનવા માગતો હતો. સોશિયલ મીડિયાથી બિશ્નોઈ ગેંગનો સંપર્ક કર્યો અને ધીમે ધીમે હથિયારોના સપ્લાયમાં મહત્ત્વની કડી બની ગયો.એક વખત હથિયાર ડિલિવરી કરવાની હતી અને તેણે હથિયારની રીલ બનાવી દીધી અને પકડાયો. ત્યાર બાદ મિત્રોને શેખી મારતો હતો કે ભાઈને કામ દિયા અને આ વાત એક રિક્ષાવાળો સાંભળી ગયો અને રિક્ષાચાલક સીધો પોલીસ સ્ટેશન લઈ ગયો. તો આવો જાણીએ મનોજમાંથી બીજલી બનવાની કહાણી…

રામ રામ ભાઈસાબ, આ વાતથી મનોજ સાલવીની સોશિયલ મીડિયામાં એન્ટ્રી થઈ અને તેને સૌથી પહેલા પ્રિન્સ રાણાને આ પ્રકારે મેસેજ કર્યો. પહેલા તો મનોજ સાલવી પર વિશ્વાસ ના આવે એ માટે તેને કોઈ જવાબ મળ્યો નહીં, પરંતુ થોડા સમય બાદ બીજા આઈડીથી મનોજ સાલવીને તેના વિશે પૂછવામાં આવ્યું અને તેણે કહ્યું કે ભાઈસા’બ, મુજે ભી બડે લોગો સે મિલના હૈ, મુજે ભી બડા કામ કરના હૈ, એમ કહીને તેણે બિશ્નોઈ ગેંગમાં એન્ટ્રી મારવાનો પ્રયાસ કર્યો હતો.ધીમે ધીમે હથિયારોના સપ્લાયમાં મહત્ત્વની કડી બની ગયોત્યાર બાદ તે વ્યક્તિ સાચી છે કે કોઈ અન્ય છે એ જાણવા માટે ગેંગના અન્ય માણસોએ મનોજ સાલવીની તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું કે તેણે નાના-મોટા ગુના કર્યા છે અને તેની ધરપકડ પણ થઈ છે. ત્યાર બાદ તેને ટાસ્ક આપવાની શરૂઆત થઈ હતી અને તે ધીમે ધીમે તે હથિયારોના સપ્લાયમાં મહત્ત્વની કડી બની ગયો હતો.

તેને ગમે તે સમયે કોઈ ટાસ્ક આપવામાં આવતું અને તે અડધી રાતે પણ તૈયાર થઈ જતો હતો. ગેંગના કહેવા પ્રમાણે કોઈપણ બસમાં તે બેસી જતો અને રસ્તામાં તેને કવર પેકેટ અથવા કુરિયર બોક્સ જેવી કોઈ વસ્તુ આપવામાં આવતી હતી, જેમાં ક્યારેક પૈસા તો ક્યારેક હથિયાર પણ હતાં અને તે એક પછી એક કામ કરતો ગયો અને તેણે લોરેન્સ ગેંગમાં એન્ટ્રી મેળવવાની શરૂઆત કરી લીધી હતી. સોશિયલ મીડિયામાં લોરેન્સ ગેંગની કોઈ વ્યક્તિ સાથે કોઈની રીલ આવે તો તરત જ મનોજ સાલવી પ્રભાવિત થઈ જતો હતો અને એવી રીતે જ ગુનેગારીમાં મોટું નામ બનવા માટે તેણે પ્રયાસો શરૂ કરી દીધા હતા. ધીમે ધીમે તે લોરેન્સ ગેંગ સુધી પહોંચી ગયો. તેની વાત અને લોકો સાથે પણ થતી થઈ ગઈ હતી. ધીમે ધીમે તે ખૂબ ઝડપી કામ કરતો થઈ ગયો હતો અને તેને અલગ અલગ જગ્યાએ હથિયારો સપ્લાય કરવા માટે મોકલવામાં આવતો હતો.

એક વખત હથિયાર તસ્કરી માટે તેને એક પેકેટ આપવામાં આવ્યું હતું અને એમાં લોડેડ ગન હતી, જે ગનનો વીડિયો તેણે બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. એ વાત દિલ્હી એસટીએફને ખબર પડી અને તેને ધરપકડ કરી હતી.ફોન પર વાત સાંભળીને રિક્ષાચાલક પોલીસ સ્ટેશન લઈ ગયોથોડા સમય બાદ પટિયાલાથી એક જગ્યાએ હથિયાર સપ્લાય કરવા માટે જતો હતો. દિલ્હી નજીક તે એક રિક્ષામાં બેઠો, ત્યાં એ રસ્તામાં તેના મિત્રો સાથે વાતો કરતો હતો કે ભાઈને બડા કામ દિયા હૈ, અબ હથિયાર સપ્લાય કર રહા હૂં અને આ વાત રિક્ષાચાલક સાંભળી રહ્યો હતો. રિક્ષાચાલક તાત્કાલિક રિક્ષા પોલીસ સ્ટેશન લઈ ગયો અને ત્યાં જ મનોજ સાલવી પકડાઈ જતાં તેની પાસેથી હથિયાર પકડાયું હતું. ત્યાર બાદ તેને અલગ અલગ રીતે હથિયાર સપ્લાય કરવાનું કામ ચાલુ રાખ્યું હતું.

મનોજ સાલવીના ગળા પર બીજલીનું ટેટૂ કરેલું છે. એ અંગે પોલીસે પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે મુજે સબ બીજલી થંડર જેવા નામથી બોલાવે છે, એટલે કે હું એટલી ઝડપથી કામ કરી રહ્યો હતો, એટલે મેં મારા ગળા પર બીજલીનું ટેટૂ કરાવી દીધું હતું અને ત્યાર બાદ દરેક લોકો મને બીજલીથી ઓળખવા લાગ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાએ જણાવ્યું હતું કે મનોજ સાલવી ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેનાં માતા-પિતા સામાન્ય કામ કરીને ગુજરાત ચલાવે છે, પરંતુ તે લોરેન્સ જેવો ડોન બનવા માગતો હતો અને તેના સોશિયલ મીડિયા રીલથી પ્રભાવિત થઈને તે હથિયાર તસ્કરી કરવા લાગ્યો હતો. એ સંદર્ભે હવે તેના ફોનની ડિટેઇલના આધારે તપાસ કરવામાં આવી રહી છે. કેટલોક ડેટા ડિલિટ થઈ ગયો છે, જેને રિકવરી કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેને અલગ અલગ લોકો લોરેન્સ ગેંગની રીલ અથવા ગુનાહિત કામની રીલ પણ મોકલતા હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતનાં પુણા ગામમાં સાડીનાં કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગ, મારી નાખવાની આપી ધમકી

આ પણ વાંચો:પાલનપુરની પોલીટેકનિક કોલેજ નજીક ફાયરિંગને પગલે ચકચાર

આ પણ વાંચો:આણંદ શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટનાથી ચકચાર