Banaskantha News : પાલનપુરમાં ફાયરિંગની ઘટનાને પગલે ચકચાર મચી છે. જેમાં પોલીટેતનિક કોલેજ બહાર ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં પાર્ટી પ્લોટ બહાર ફાયરિંગની ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગના આ બનાવ અંગે જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
સુત્રાનો જણાવ્યા મુજબ જમીનના વિવાદમાં આ ફાયરિંગ કરાયું હતું. LCB,SOG સહિત પૂર્વ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. જોકે સદ્દનસીબે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.
આ પણ વાંચો:અમરેલીમાં પિતાએ જ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, લાલબત્તી સમાન ઘટના