અક્ષરવાસ/ અમદાવાદ SGVP ગુરૂકુળના ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસ થયા

ભક્તિપ્રકાશદાસજીના અંતિમ સંસ્કાર સાંજે 5 વાગ્યે ગઢડા ઘેલો નદીના કાંઠે સંતોના હાથે કરવામાં આવશે. તમામ હરિભક્તો શોકમગ્ન બન્યા છે.

Top Stories Ahmedabad Gujarat
ભક્તિપ્રકાશદાસજી

અમદાવાદ SGVP ગુરૂકુળના ભક્તિપ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે  હરિધામ સિધાવ્યા છે. હરિભક્તો માટે આદર્શ જીવન માર્ગદર્શક અને એસજીપી ગુરુકુળના પાયાના પથ્થર એવા ભક્તિપ્રસાદસજી નો અક્ષરવાસ થતા હરિભક્તો ગમગીન બન્યા છે. અમદાવાદના એસજીવીપી ગુરુકુળ સંસ્થાની પાયાની ઈંટ, અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ પુરાણી ભક્તિપ્રકાશદાસજી અક્ષરનિવાસી થતા રાજ્યના મંત્રી અને ખ્યમંત્રી સહીત હરિભક્તો સ્વામીજીના દર્શાનાર્થે પધાર્યા હતા.

ભક્તિપ્રકાશદાસજી સ્વામીનાં અંતિમ દર્શન બુધવારે સવારે નવ વાગ્યા સુધી રાખવામાં આવેલા તેમજ અમદાવાદ એસજીવીપી ગુરૂકુળમાં સવારે અંતિમ પૂજન વિધિ કરવામાં આવી હતી. બાદમાં હરિભક્તો માટે સ્વામીનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બપોર પછી 4થી 5 વાગ્યા સુધી ગઢપુર મંદિરથી ઘેલા નદીના કાંઠા સુધી પાલખીયાત્રા નીકળશે અને ભક્તિપ્રકાશદાસજીના અંતિમ સંસ્કાર સાંજે 5 વાગ્યે ગઢડા ઘેલો નદીના કાંઠે સંતોના હાથે કરવામાં આવશે.

આ પણ વાંચો : ફિલિપાઈન્સમાં ભૂસ્ખલન અને પૂરના લીધે અત્યાર સુધી 58 લોકોનાં મોત,મૃત્યુઆંક વધી શકે છે