Rajkot News : અસામાજિક તત્વો વિરૂધ્ધ પોલીસે ઝુબેશ હાથ ધરી છે. જેમાં રાજકોટમાં પોલીસે નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું હતું.
પોલીસે ભગવતીપુરામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસને લુખ્ખા તત્વોના આતંકની અનેક ફરિયાદો મળતા આ ચેંકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેને પગલે પોલીસે અનેક વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે બ્રિથ એનેલાઇઝર દ્વારા અનેક નશેડીઓને દબોચી લીધા હતા. પોલીસ દ્વારા શહેરના તમામ ઝોનમાં સઘન ચેંકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ભગવતીપુરામાં બી ડિવીઝન દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આમ રાજકોટમાં પોલીસે લુખ્ખા તત્વોને દબોચી લેવા સઘન ઝુબેશ હાથ ધરી અનેક શખ્સોને ઝડપી લીધા છે.
આ પણ વાંચો:નડિયાદમાં હિટ એન્ડ રનની કરુણ ઘટના, રક્ષિત કાંડની જેમ જ નડિયાદમાં થયું અકસ્માત, યુવકનો ગયો જીવ
આ પણ વાંચો:વડોદરામાં કારેલીબાગ અકસ્માતમાં રક્ષિત ચૌરસિયાના વધુ 2 દિવસનાં રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:સુરેન્દ્રનગરના ચોટીલા હાઇવે પર એક છકડાને અકસ્માત નડતાં મહિલાનું મોત