Kheda News : વડોદરાના રક્ષિત કાંડની જેમ જ નડિયાદ શહેરમાં પણ એક અતિ દુઃખદ ઘટના બની છે. શહેરના વ્યસ્ત વીકેવી રોડ પર એક અજાણ્યા વાહને યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાએ સમગ્ર નડિયાદ શહેરમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મૃતક યુવકના પરિવારજનો અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને એ વાત જાણવા જેવી છે કે યુવકના લગ્ન માત્ર 6 મહિના પહેલા જ થયા હતા, જેના કારણે પરિવારજનોની વેદનાનો પાર નથી. આ ઘટનાએ નવપરિણીત યુવકના જીવનનો અકાળે અંત આણ્યો છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે અને અકસ્માત સર્જનાર વાહનની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. સ્થાનિક લોકોએ રસ્તાઓ પર વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. લોકોએ અકસ્માત સર્જનાર વાહનચાલકને તાત્કાલિક ઝડપી પાડવાની અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે. આ ઘટનાએ શહેરમાં અસુરક્ષાની લાગણી પેદા કરી છે અને લોકોમાં ભયનો માહોલ સર્જયો છે.
@ Bhavesh Sharma
આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…
આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…
આ પણ વાંચો:ભગવાન ગણેશની આ વ્રતકથાનું છે માહાત્મ્ય, પાંડવોએ ગુમાવેલ રાજ્ય મેળવ્યું પાછું