Vadodara News : વડોદરામાં એસઓજી પોલીસે બાતમીના આધારે રતિલાલ પાર્કમાં મકાન નંબર એ/50માં દરોડો પાડીને નશીલી કફ સીરપનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે આ દરોડામાં 2570 નંગ કોડિન કફ સીરપની બોટલોનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત રૂ. 5.78 લાખ થાય છે. પોલીસે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલની મદદ લીધી છે.
હરપાલસિંહ રાઠોડ, ACP એ જણાવ્યું કે, પોલીસે આ કેસમાં વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂત નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. વિપુલ રાજપૂત, ઓકલેન્ડ ફાર્મસી નામની દુકાન ચલાવે છે, જ્યારે કેયુર રાજપૂત, માં મેડિકલ સ્ટોર નામનો મેડિકલ સ્ટોર ચલાવે છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ ગ્રાહકોને ગેરકાયદેસર રીતે નશીલી કફ સીરપનું વેચાણ કરતા હતા. કેયુર રાજપૂત સામે અગાઉ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.
એસીપી હરપાલસિંહ રાઠોડે આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. એસઓજી પોલીસે આ કેસમાં કુલ રૂ. 7 લાખ 89 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંને આરોપીઓના છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ મામલે આગળની તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.
થોડા દિવસો પહેલા મોરબી જિલ્લાના એક ગોડાઉનમાંથી 400 પેટી નશીલી કફ સીરપનો જથ્થો પકડાયો છે. એલસીબીની ટીમે ખાનગી ગોડાઉનમાંથી અંદાજે 1.5 કરોડની નશીલી કફ સીરપનો જથ્થો ઝડપ્યો છે. મોરબી ક્રાઇમ બ્રાન્ચ આ મામલે ફુલ એકશનમાં આવ્યું છે. મોરબીના રંગપર ગામ નજીક ખાનગી ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે.
આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…
આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…
આ પણ વાંચો:ભગવાન ગણેશની આ વ્રતકથાનું છે માહાત્મ્ય, પાંડવોએ ગુમાવેલ રાજ્ય મેળવ્યું પાછું