Gandhinagar News/ જગદીશ વિશ્વકર્માએ UCC બિલ પર આપી મોટી પ્રતિક્રિયા

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC Bill) લાગુ થતાં રાજકીય વિશ્લેષક જગદીશ વિશ્વકર્માએ મોટી પ્રતિક્રિયા આપી. તેમણે તેને જનસંઘના લાંબા સમયના સ્વપ્ન સાથે જોડ્યું.

Top Stories Gandhinagar Gujarat Breaking News
UCC Bill

Gandhinagar News:વિશ્વકર્મા સમાજના અગ્રણી અને રાજકીય વિશ્લેષક જગદીશ વિશ્વકર્માએ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં આવ્યા બાદ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, “જનસંઘની સ્થાપના બાદ જ UCC અંગે (UCC Bill) ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ચૂક્યું છે અને ગુજરાત દેશનું બીજું રાજ્ય બનીને UCC લાગુ કરનાર રાજ્ય તરીકે ઇતિહાસ રચ્યો છે.

”જગદીશ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે દાયકાઓ સુધી વિપક્ષે આ બિલનો સતત વિરોધ કર્યો હતો, પરંતુ આજે તે વાસ્તવિકતા બની ગયું છે. તેમણે યાદ અપાવ્યું કે જનસંઘ વખતથી જ કલમ 370, રામ મંદિર અને UCC (UCC Bill) આ ત્રણ મુદ્દાઓને પાર્ટીના મુખ્ય એજન્ડામાં સ્થાન આપવામાં આવ્યું હતું.

જનસંઘની સ્થાપન બાદ UCC (UCC Bill) અંગે ઠરાવ કર્યો હતો

આજે આ ત્રણેય મુદ્દાઓ પર સરકારે કાર્યવાહી કરીને તેને પૂરા કર્યા છે.“જનસંઘના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીથી માંડીને આજની ભાજપ સરકાર સુધીની લાંબી મુસાફરીમાં આ ત્રણ મુદ્દાઓ ક્યારેય પાછળ નહોતા રહ્યા,” એમ જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું. તેમણે કહ્યું કે કલમ ૩૭૦નો અંત, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને હવે ગુજરાતમાં UCCનો અમલ આ તમામ ઘટનાઓ જનસંઘના સ્વપ્નને સાકાર કરી રહી છે.

જગદીશ વિશ્વકર્માએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું,“દાયકાઓ સુધી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ UCCને ‘સામ્પ્રદાયિક’ અને ‘સંવિધાન વિરોધી’ ગણાવીને તેનો વિરોધ કર્યો. પરંતુ આજે લોકો સમજી ગયા છે કે આ મુદ્દો સમાનતા અને રાષ્ટ્રીય એકતાનો છે.” તેમણે આગાહી કરી કે, “લોકો કોંગ્રેસને આવનાર 50 વર્ષ સુધી શાસનમાં નહીં આવવા દે. આ લોકોનો નિર્ણય છે.”

ગુજરાત સરકારે UCCને (UCC Bill) અમલમાં મૂકીને દેશમાં નવી ચર્ચાને વેગ આપ્યો છે. ઉત્તરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય છે જ્યાં આ કાયદો લાગુ થયો છે. આ કાયદા હેઠળ તમામ ધર્મના નાગરિકો માટે વિવાહ, વારસાગત અને છૂટાછેડા જેવા મુદ્દાઓમાં સમાન કાયદો અમલમાં આવશે.


આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ

આ પણ વાંચો : આઝાદી પછીનો સોનેરી દિવસ! હર્ષ સંઘવીએ વિધાનસભામાં UCC રજૂ કરી મહિલા સુરક્ષા પર મૂક્યો ભાર

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક UCC બિલ રજૂ, લીવ-ઈન રિલેશનશિપથી લઈને મિલકત હક્ક સુધીના કડક નિયમો