Ahmedabad News:અમદાવાદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ MLA તેમજ પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો પુત્ર યુવરાજ પટેલ (Yuvraj Patel) દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતા ઝડપાયા છે. 22 માર્ચની રાત્રે દૂધેશ્વર સર્કલ ખાતે બનેલી આ ઘટનામાં તેમના મિત્ર સાથેની કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સ્થાનિક લોકોએ કાર અટકાવીને તપાસ કરી અને ટ્રાફિક પોલીસને જાણ કરી હતી. યુવરાજ પટેલે (Yuvraj Patel) નશાની હાલતમાં પોલીસ સાથે તકરાર પણ કરી હતી.

યુવરાજ પટેલ (Yuvraj Patel)ના કરનામાં
ઘટનાની વિગતો અનુસાર, રાત્રે દૂધેશ્વર સર્કલ પાસે કારમાં સવાર યુવરાજ પટેલ (Yuvraj Patel) અને તેમના મિત્ર નશાની હાલતમાં હતા. સ્થાનિક લોકોને શંકા આવતાં તેઓએ કાર અટકાવી અને અંદર તપાસ કરી. કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતાં લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. સ્થાનિકોએ 112 પર જાણ કરી અને ટ્રાફિક પોલીસની ટીમને બોલાવી હતી.

યુવરાજ પટેલે (Yuvraj Patel) નશાની હાલતમાં પોલીસ સાથે પણ વિવાદ કર્યો હતો. બંનેને માધવપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જોકે, શરૂઆતમાં કોઈ FIR નોંધ્યા વગર તેમને છોડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. આ બાબતે પોલીસ પર પ્રભાવના કારણે સમાધાન કરવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં વિવાદ વધ્યો હતો.વીડિયો વાયરલ થયા પછી માધવપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી.
