Gujarat News/ આઝાદી પછીનો સોનેરી દિવસ! હર્ષ સંઘવીએ વિધાનસભામાં UCC રજૂ કરી મહિલા સુરક્ષા પર મૂક્યો ભાર

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ વિધાનસભામાં રજૂ કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દિવસને સોનેરી ગણાવી મહિલા સુરક્ષા પર ભાર મૂક્યો છે.

Gujarat Gandhinagar Top Stories
Harsh Sanghavi on UCC Bill Gujarat Assembly

Harsh Sanghavi on UCC Bill Gujarat Assembly: ગુજરાત વિધાનસભાના સત્રના 22માં દિવસે આજે ઈતિહાસ રચાયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ ગૃહમાં રજૂ કર્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વિધાનસભામાં સાધુ-સંતોનું પણ આગમન થયું હતું. બિલ રજૂ કરતા પહેલા હર્ષ સંઘવીએ આ દિવસને ‘સોનેરી દિવસ’ ગણાવ્યો હતો.

‘માતા-બહેનોને મળશે ખૂબ મોટું રક્ષણ’

ગુજરાત સરકાર દ્વારા UCC માટેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. આ અંતર્ગત 4 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્ય સરકાર દ્વારા એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ સતત એક વર્ષ સુધી રાજ્યના વિવિધ વર્ગો અને નિષ્ણાતોના વ્યાપક અભિપ્રાયો મેળવ્યા હતા. ત્યારબાદ, તાજેતરમાં જ કમિટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગેનો પોતાનો આખરી અહેવાલ સોંપ્યો હતો, જેના આધારે જ આજે આ 209 પેજનું બિલ રજૂ કરવામાં આવ્યું છે.

કેવી રીતે તૈયાર થયું આ બિલ?

ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં UCC

દેશમાં ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું એવું રાજ્ય છે જે સમાન નાગરિક સંહિતા લાવી રહ્યું છે. હર્ષ સંઘવીએ આ સાહસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. આ બિલ પસાર થયા બાદ લગ્ન, છૂટાછેડા, વારસાઈ હક્ક અને દત્તક વિધાન જેવા મામલાઓમાં તમામ નાગરિકો માટે એક સમાન કાયદો અમલી બનશે.