ગોમતીપુરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ કાલીદાસ મિલ કંપાઉન્ડ નજીક દરોડો પાડીને 2.14 લાખનો દારૂ તથા વાહન મળીને કુલ રૂ.5.14 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. જોકે ચાર આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ માહિતીને આધારે ગોમતીપુરમાં કાલીદાસ મિલ કંપાઉન્ડ પાસેથી કારમાં ભરેલો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે કારમાંથી રૂ.2,14,600 રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ અને વાહન મળીને કુલ રૂ. 5.14,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે કારના માલિક, ડ્રાઈવર સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.
@નિકુંજ પટેલ
આ પણ વાંચો:અકસ્માતમાં મોત/રાજકોટ લીંબડી હાઈવે પર અકસ્માતમાં બેના કરૂણ મોત
આ પણ વાંચો:Surat/સુરતમાં હોમગાર્ડ જવાનની હત્યાને પગલે ચકચાર,કડોદરાના શેઢાવમાં બનેલો હત્યાવો બનાવ
આ પણ વાંચો:ભાવનગર/ગારીયાધારમાં એસટીના કંડક્ટરને દોડાવી દોડાવીને માર્યો ઢોરમાર, હુમલામાં કંડક્ટરને ગંભીર ઈજા પહોંચી
