Kutch News/ ભુજમાં દુકાનદારે સગીરા સાથે કર્યુ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.

Top Stories Gujarat

Kutch News: નવરાત્રિના (Navratri) શુભ દિવસોમાં હ્રદય થંભી જાય તેવી ઘટના સામે આવી છે. ભુજના (Bhuj) મીરજાપર ગામમાં છાપરીવાસમાં એક દુકાનદારે સગીરા (Minor Girl) પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય (Rape) કરતા ગ્રામવાસીઓ રોષે ભરાયા છે. ઘટનાની જાણ થતા સગીરાના પિતાએ પોલીસને જાણ કરી હતી, પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ 13 વર્ષીય સગીરાને દુકાનદારે લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં તેને દુષ્કર્મ કર્યુ હતું. એટલું જ નહીં, દુકાનદારે સગીરાને ધમકી પણ આપી હતી. જોકે, સગીરાએ પરિવારને જાણ કરતા તેના પિતાએ પોલીસને ઘટનાની જાણ કરી ફરિયાદ દાખલ કરી હતી. અહેવાલ પ્રમાણે મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ તેમનો પુત્ર અને 13 વર્ષની દીકરી આરોપી ઇશાક અલી કુંભારની દુકાને પાણી ભરવા માટે ગયા હતા.

ઇશાકેએ ફરિયાદીના પુત્રને રૂપિયા ૫૦ આપીને અન્ય દુકાને ખરીદી કરવા મોકલ્યો હતો. દરમિયાન તેમની દીકરીને ફોસલાવી રૂમમાં લઈ જઈ ખરાબ કામ કર્યુ હતું. સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. એ ડિવિઝન પોલીસે આરોપી ઇશાક કુંભાર સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપવા તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી

આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી

આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ