Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat News/ સુરતમાં ત્રણ લોકો સામે ED દ્વારા કરાઇ કાર્યવાહી, નોટબંધી વખતે 60 કરોડ જમા કરાવ્યા

ઇડીને ગુજરાતી થાળી માફક આવી ગઈ લાગે છે. વારંવાર ગુજરાતમાં પડતા દરોડા જાણે આ વાતની સાબિતી છે. તેની સાથે તે પણ પુરાવો છે કે આ દાળભાતીયા કહેવાતા ગુજરાતીઓ કરોડોનું કરી નાખવાની પણ તાકાત ધરાવે છે. તેમની આ ક્ષમતા ઇડીને સતત વ્યસ્ત રાખે છે. તેના ભાગરુપે ઇડીએ ગુજરાતમાં સુરતમાં વધુ એક દરોડો પાડ્યો છે.

December 11, 2025jani
Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં ત્રણ લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કાર્યવાહી કરી છે. આ લોકોએ નોટબંધી વખતે બેન્કમાં 60 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. બોગસ પુરાવાના આધારે બે બેન્ક ખાતા ખોલાવીને ખેલ કર્યો હતો. મહર્ષિ ચોક્કસી, હિમાંશુ શાહ અને સુનિલ રૂપાણી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કેસમાં ઇડી દ્વારા 2.06 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. અગાઉ ગાંધીનગરમાં સીબીઆઈ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. ત્રણેયે નીરવ એન્ડ કંપનીના નામે બોગસ ખાતુ ખોલાવ્યું હતું. બે બોગસ ખાતામાં જૂની નોટો જમા કરાવવામાં આવી હતી.

નીરવ શાહ એન્ડ કંપનીના ખાતામાં 36.17 કરોડની નોટો જમા કરાવવામાં આવી હતી. આર. આર ટ્રેડર્સના ખાતામાં પણ 34.35 કરોડની જૂની નોટો જમા કરાવવામાં આવી હતી. બંને બેન્ક ખાતા બોગસ પુરાવાના આધારે ખોલાવીને કાળાધોળાનો ખેલ કરાયો હતો.

ઇડીના આ સપાટાના પગલે સુરતમાં નોટબંધી દરમિયાન આ રીતે રકમ જમા કરાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નોટબંધી દરમિયાન ઘણા લોકોએ બોગસ બેન્ક ખાતા ખોલાવીને તેમની બિનહિસાબી રકમ જમા કરાવી હતી.

આ તો હજી એક જ બેન્ક ખાતાની વાત થઈ છે. ઇડીને શંકા છે કે ગુજરાતમાં ઘણી બધી કંપનીઓએ નોટબંધી દરમિયાન કોઈને કોઈ રીતનો ઉપયોગ કરીને આ રીતે તેમના નાણા છૂપાવ્યા હોઈ શકે છે. આમ કરચોરીનો વધુ એક કિસ્સો સામે આવવાની તૈયારીમાં છે. ઇડીએ નોટબંધીને લગભગ નવ વર્ષ થયા પછી પણ તેમા મોટાપાયે અને અયોગ્ય રીતે બ્લેક માર્કેટનું ધન જમા કરાવનારાઓ સામે કાર્યવાહી આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતનાં 100 કરોડના સાયબર સ્કેમની તપાસમાં SOG બાદ ED પણ જોડાઈ

આ પણ વાંચો: EDનું અમદાવાદમાં સર્ચ, સાયબર ફ્રોડ કેસમાં તપાસ કરવામાં આવી

આ પણ વાંચો: અમદાવાદમાં કાચની મસ્જિદ વક્ફ ટ્રસ્ટ કેસમાં આરોપીને ત્યાં EDની રેડ, 10 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન

Post navigation

માત્ર 1 ચમચી ઘીમાં બાઉલ ભરીને મખાના શેકવાની સરળ ટિપ્સ, ક્રંચી, હૅલ્ધી અને ટેસ્ટી રેસિપી…!
અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં યોજાશે ફ્લાવર શો, જોવા મળશે વિવિધ તહેવારોની ઝલક

More Posts

Not Set/ ભાજપ પ્રમુખ C R પાટીલના પુત્રને કોરોના,  સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ

November 26, 2020padma prajay

છોટાઉદેપુર/ સર્કિટ હાઉસમાં જિલ્લા પોલીસ અને લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન શિબિર યોજાઈ

July 23, 2021July 23, 2021Hemangi jani

નિવેદન/ વધુ ચાર ભારતીય કંપનીઓ ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં કોવિડ રસીઓનું ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા : માંડવિયા

August 3, 2021August 3, 2021Bhavini vasani

Karnataka News/ પુત્રીના નામને લઈને પતિ-પત્ની વચ્ચે થયો ઝગડો, વાત પહોંચી છૂટાછેડા સુધી, પછી…

December 21, 2024December 21, 2024Panara Mansi

Gujarat/ વરસાદ પછી સાફસફાઇ અને પાણીના નિકાલની વ્યવસ્થા માટે રાજય સરકારે જાહેર કરી સહાય

July 14, 2022padma prajay

Botad News/ બોટાદમાં બેફામ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ

December 15, 2024Nikunj Patel

National Census/ કેન્દ્રએ 2027 માં વસ્તી ગણતરી કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું, જાણો શું હશે પ્રક્રિયા

June 16, 2025June 16, 2025Maya Sindhav

Not Set/ ટેક્નોલોજી/ સુરતનાં ડ્રેનેજની સંભાળ હવેથી લેશે અધ્યતન રોબોટ

February 15, 2020Bhavesh Vyas

Not Set/ વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું મુખ્યમંત્રી આવતીકાલે કરશે હવાઈ નિરીક્ષણ

May 19, 2021May 19, 2021Hemangi jani

Gujarat/ રાજકોટ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા કર્યુ મતદાન, તેમના વતન ખીરસરામાં કર્યુ મતદાન, વધુમાં વધુ લોકોને મતદાન કરવા કરી અપીલ

February 28, 2021February 28, 2021parth amin
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy